Book Title: Setubandha
Author(s): H C Bhayani, Markand Dave
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
છે. તર્કને બરાબર સજ્જ કરીને તર્કાતીતનો સ્વીકાર કરી શકે એવું ખુલ્લું મન જોઈએ. આપણે તો રીતના બેચાર દાખલા ગણી બતાવીએ તો યે બસ. એટલુંય થતું નથી એનો વસવસો થાય ન થાય ત્યાં ‘હરિ—ઇચ્છા’માં સઘળું જ મુક્તિ પામે છે.
:
તમે ‘ક્ષેમેન્દ્ર’ની તેજાબી કટાક્ષકૃતિ વિષે લખ્યું હતું. એની અભદ્ર કે. અશ્લીલ લહાણી વિષે વાંચી વરસો પહેલાં સાંભળેલી પંક્તિઓ યાદ આવી ગઈ. કાશ્મીરી કવિની ઉક્તિ છે એટલું યાદ છે પણ મૂળ શ્લોક અને કવિનું નામ ભૂલી ગયો છું. લાલચુ શ્રીમંતો પર પ્રહાર છે. કહે છે ઃ લક્ષ્મી આવે છે ત્યારે માણસને પાંચ ખીલા મારે છે. બે આંખ, બે કાન અને મોઢું. પણ તેથી માણસ સાચું જોતો નથી, સાચું સાંભળતો નથી અને સાચું બોલતો નથી. પણ લક્ષ્મી જાય છે, ત્યારે ‘અપાન વિવરે' એક ખીલો મારે છે, તેથી પેલા પાંચે પાંચ ખીલી નીકળી જાય છે. એ માણસ સાચું જોવા, સાંભળવા અને બોલવા લાગે છે. અભદ્ર છે પણ ભદ્ર ગણાતા વર્ગને ધડો લેવા જેવું છે.
મારું મન વળી ‘ભદ્રાભામિની’ની કથામાં ગયું. આપણે પેલાં લોકથી તેને તારવવા સુભદ્રા કહીએ. ‘હંસદંપતી'નાં વચન વાંચી શંકરાચાર્યની ‘આનંદલહરી’ (૩૯)નો શ્લોક સાંભરી આવ્યો :
‘સમુન્નીલત્-સંવિત્-કમલ-મકરન્દેક-રસિકં
ભજે હંસદ્વન્દુ કિમપિ મહતો માનસસર(૨:) I
આ હંસમિથુન– જે મહાપુરુષોના માનસમાં વિહરતાં વિકસતા કમળના ‘સંવિ—પરાગરસનું પાન કરે છે, એનું ભજન કરવાનું, શા માટે ? આ મિથુન દ્વારા કાંઈ નવજન્મ પામે છે આપણામાં જેને વેદસૂક્ત ‘ચિત્રશિશુ' કહે છે. ભાઈ, ઘટમાં વલોણું ફરે છે પણ લખવા માટે સમય—શક્તિનો અભાવ. કુશળતા ચાહું છું. મોડું લખવા માટે માફ કરશો.
૧૧૪
Jain Education International
For Private & Personal Use Only
મકરન્દનાં વંદન
સેતુબંધ
www.jainelibrary.org