Book Title: Setubandha
Author(s): H C Bhayani, Markand Dave
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
ગ્રામપ્રદેશમાં કાર્ય કરતા મિત્રોના અનુભવો અને ચિંતન-મનન જાણવા મળ્યાં. આમાં પણ “આગે આગે ગોરખ જાગે' એવું રાખ્યું છે.
તમને “ગોરખવાણી” ઉપયોગી થઈ હશે. પેલા “ભદંત’ વિષે પછી શબ્દ કલ્પદ્રુમ'માં જોયું. એમાં “ભદંત' શબ્દ જ અપનાવ્યો છે ને અર્થ આપ્યો છે : “ભન્દતે ઇતિ, ભદિ કલ્યાણ-સૌગતાદિબુદ્ધ વગેરે. મારી ક્યાંક ભૂલ થતી હોય તો એ પર છેકો મૂકી દેશો ને ડહાપણ દરગુજર કરશો.
હા, વચ્ચે જરા ઇન્વેક્શનડું થઈ આવેલું પણ હવે સારું છે. તમારી તબિયત સારી જ હશે. ચન્દ્રકળાબહેનને વંદન. ઇશા સ્નેહ-વંદના પાઠવે છે. અવકાશે લખશો.
તમારો મકરન્દ મારા સાહિત્યિક લેખોનો સંગ્રહ “ધુમ્મસને પેલે પાર' પૂફ-વાચન માટે આવી ગયો. વિનોદ પૂફ જુએ છે.
સેતુબંધ
૧૮૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org