Book Title: Setubandha
Author(s): H C Bhayani, Markand Dave
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
(૧૩૫)
૨૭ મે '૯૮
નંદિગ્રામ આત્મીય ભાઈ,
મુંબઈ પહોંચી ગયા ? ત્યારે તો તબિયત ચંગી. આ કાળઝાળ ગરમી લોઢાનેય ગાળી નાખે ત્યારે બિચારું કફડું શી વિસાતમાં? તમતમારે “ગોકુલનો આઈસ્ક્રીમ ઝાપટજો. મારું આ પતાકડું જ મારી તબિયતના વા-વડ ફરકાવશે. મહેમાનો-મુલાકાતીઓનો પ્રવાહ વધતી માયાએ, સાચવીને ચાલું છું. એક મુક્તક (જોડકણું) આજે સવારમાં....
કાંઈ ના ખોતો આવી મળે તો એ વળી પાછું
જીવતો હો તો. પત્ર-પુષ્પ નથી મળ્યું. આપણા પત્રોનું હિમાંશીના હાથમાં. તમને એ લખશે. નિરંજન રાજયગુરુ આવી ગયા. શીલચન્દ્રસૂરિ આવતી ૧૦મીએ અહીં આવશે. “ગોપુરમ્ના મિત્રો ભેળા થયા છે, વચ્ચે યાદ રાખવા જેવી વાતો થાય છે. પણ એ બધું વહેતી હવાને હવાલે.
મકરન્દ્ર
૨૦૬
સેતુબંધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org