Book Title: Setubandha
Author(s): H C Bhayani, Markand Dave
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
છે. ઉપનિષદોના આવા જીવનમુખી અભ્યાસ માટે સંસ્થા વિવિધ સાધનોનો વિનિયોગ કરશે. આમાં ધ્યાન, દેવપૂજન અને યજ્ઞક્રિયાનો સમાવેશ કરવામાં આવશે.
વૈદિક મંત્ર દર્શન :
વૈદિક મંત્રોનો યથાર્થ અભ્યાસ જ્ઞાનનાં અનેકવિધ ક્ષેત્રો ઉઘાડી આપે છે. ભારતીય તેમજ વિશ્વની સમસ્ત સાધનાનો અર્ક ઋષિઓની વાણીમાં ઝીલાઈ ગયો છે. વૈદિક સૂક્તોના અભ્યાસ માટે સંસ્થા ઉપાસના, પઠન અને રહસ્યદર્શન આ ત્રણ પગથિયાં પર ભાર મૂકે છે. એ વિના વૈદિક જ્ઞાનના ગર્ભગૃહમાં પ્રવેશ થઈ શકતો નથી.
મંત્રયોગને જાગૃત કરવાની દૃષ્ટિ ધ્યાનમાં રાખીને વૈદિક અભ્યાસ ગોઠવવામાં આવશે.
આ મુખ્ય અભ્યાસવિષયો ઉપરાંત વિશાળ અને તુલનાત્મક દૃષ્ટિ કેળવવા માટે જૈન, બૌદ્ધ પરંપરા તેમજ યહૂદી, ઈસાઈ, સૂફી પરંપરાનો અભ્યાસ પણ આનુષંગિક રીતે થશે.
કોઈ વિદ્યાર્થીને ખાસ એક જ સંત સિદ્ધ, પુરાણ, ગીતા, ઉપનિષદ કે ઋષિનો વિશેષ અભ્યાસ કરવો હશે તો તે માટે વ્યવસ્થા કરવામાં આવશે.
‘‘ભજન-વિદ્યા-કેન્દ્ર” નો મુદ્રાલેખ છે : ‘‘સદનમ્ ઋતસ્ય’” સંસ્થા ઋતનું નિવાસસ્થાન બને તેની સાથે સાથે અભ્યાસાર્થીનું અંતઃકરણ પણ પરમ ઋતનું વાહન બને એ જોવાનું સંસ્થાનું એક માત્ર ધ્યેય અને ધ્રુવબિન્દુ છે.
મકરન્દ દવે (નોંધ : જુદા જુદા મૂડમાં આલેખાયેલી બે સંકલ્પનાઓમાં રહેલી વિશેષતાઓને ધ્યાનમાં લઈને, કેટલાક પુનરાવર્તનનો ભાર વહોરીને પણ, તે બન્ને સંકલ્પનાઓ અહીં મૂકવી ઉચિત માની છે. સં.)
સેતુબંધ
Jain Education International
For Private & Personal Use Only
૨૪૫
www.jainelibrary.org