Book Title: Setubandha
Author(s): H C Bhayani, Markand Dave
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
પણ કાર્યસૂચિ તૈયાર કરાવવામાં આવશે અને તે કેસેટની સામગ્રી અકાદમીના ઓડિયો યુનિટમાં રહેશે.
આ ખાતાકીય યોજનાની કામગીરી ડૉ. ભાયાણીસાહેબના માર્ગદર્શનમાં વિવિધ તજ્ઞોને સોંપવામાં આવી છે. આ અંગેની કામગીરીનો વિશેષ અહેવાલ અને વિગત અકાદમીવૃત્તમાં પ્રગટ કરીશું. સર્વ સંબંધિત આ કાર્યક્ષેત્રમાં અભ્યાસ કરતા અભ્યાસીઓને વિનંતી કે આ અંગેનાં કોઈ વિશેષ માહિતી અને સૂચનો હોય તો તે અકાદમીને મોકલી આપે.
૨. ઓડિયો યુનિટ
‘શબ્દસૃષ્ટિ'ના ડિસેમ્બર '૮૭ અંકમાં અમે લોકસાહિત્યનું ક્ષેત્રકાર્ય કરનાર તજ્ઞોને તેમની પાસેની કેસેટ્સની પ્રત અકાદમીને આપવા વિનંતી કરેલી, તેના પ્રોત્સાહક પ્રતિભાવમાં શ્રી દુર્ગેશ ઉપાધ્યાય ‘મુક્ત’ દ્વારા અકાદમીને પત્ર મળતાં અકાદમીના ગ્રંથપાલ શ્રી કિરીટ શુક્લે શ્રી દુર્ગેશ ઉપાધ્યાયની તા. ૨૦-૬-૮૮ના રોજ વડોદરા રૂબરૂ મુલાકાત લીધી હતી અને તેથી અકાદમીને ઓડિયો યુનિટમાં બે કેસેટ્સ સમાવિષ્ટ કરવાનો લાભ મળ્યો છે. પ્રથમ કેસેટમાં લોકમેળા, તરણેતરના મેળા અને રાસડા વિશેનું ધ્વનિમુદ્રણ છે. અને બીજી કેસેટમાં રાવટીનાં ભજનો, રાવણહથ્થો અને ઘેરૈયા નૃત્યના સંગીતનું ધ્વનિ મુદ્રણ છે.
તા. ૨૦-૬-૮૮ના રોજ શ્રી જયંતીલાલ સોમનાથ દવેના સહકારથી લોકગાયક શ્રી ભગાજી સાંકળાજી ઠાકોર, મુ. મેરતા, તા. વાવ અને શ્રીમતી ભૂરીબહેન ભગાજી ઠાકોરની બે ઓડિયો કેસેટ્સ તૈયાર કરવામાં આવી છે. પ્રથમ કેસેટમાં ઠાકોર સમાજમાં પરંપરાગત રીતે ‘મહાભારત'માંથી જુદાં જુદાં આખ્યાનો ગવાય છે તેમાંથી પાંડવ અને કૌરવના દ્યૂતના પ્રસંગનું ધ્વનિમુદ્રણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ઠાકોરો તેમના ઉત્સવો વખતે ‘ડબલું’ નામનું ડફલી જેવું તાલવાદ્ય વગાડે છે તેનાં ધ્વનિમુદ્રણોમાં ઘોડદોડની શરત વખતે, ગામ ઉપર આવતી આપત્તિ વખતે અને ગીત સાથે એમ જુદે જુદે વખતે જે ડબલું વગાડવામાં આવે છે તેનું ધ્વનિમુદ્રણ કરવામાં આવ્યું છે. સાઈન મોટિફની દૃષ્ટિએ આ કેસેટ મહત્ત્વની છે. વિવિધ ધ્વનિસંકેતો દ્વારા પ્રાચીન તેમજ મધ્યકાલીન કાળે લાંબા અંતર સુધી કમ્યુનિકેશન કરવામાં આવતું તેમાં આ પ્રકારનાં તાલવાદ્યોના ધ્વનિસંકેતો મહત્ત્વનું કાર્ય બજાવતા હતા.
સેતુબંધ
૨૫૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org