Book Title: Setubandha
Author(s): H C Bhayani, Markand Dave
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 302
________________ (અમે તો પંખીની જાતના રહ્યા. અમે પગ ઘસડીને ચાલવાનું ના જાણીએ, અમારો તો ઊડી નીકળવાનો સ્વભાવ.) રિલ્ક યાદ આવી જાય છે : There, where no path was ever made, We flew. અને આપણો અર્જુન ભગત : આડી નદીયાં નીર ભરી વહેતી પંખીને ક્યાં પડી ? એક પલકમેં પાર પહોંચે નહીં બેસે નાવડી, શબદમેં જિનકું ખબર પડી... કૈલાસ શિખરે તો કોઈક જ કમલહંસ પહોંચી શકે. આવી પાંખો વીંઝતી પંક્તિઓ થોડી વાર માટે તો આપણા પ્રાણને અધ્ધર ઊંચકી લે છે. બંધનમુક્ત પથે વિહરવા માગતા આપણા મૂળ સ્વભાવને તે ઝાપટ મારી જાય છે. કોઈ અજાણ્ય ખૂણેથી પુકારી ઊઠતા બાઉલ સાથે વૈદિક ઋષિનું સુપર્ણ આખ્યાન, મહાભારતની ગરુડકથા, વૈષ્ણવોનો લીલાશુક આપણને પાંખો ફફડાવવાનું નોતરું આપી જાય છે. આજની વાત કરીએ તો રવીન્દ્રનાથની “બલાકા’ કે રિચાર્ડ બાકનો “જનાથન લિવિંસ્ટન સીગલ' ઉડ્ડયનની નિરનિરાળી રીતિ બતાવી જાય છે. આપણે રોજ સૂર્યોદય જોઈએ છીએ. પણ આ સૂર્ય અમૃતમધુ ઝરતો મધપૂડો બની જાય છે ખરો ? કોઈ ચિર-આનંદનું મધ આપણને ચખાડી જાય છે? કદાચ કોઈ સિદ્ધસારસ્વતની દૃષ્ટિ સાંપડે તો આ ચમત્કાર સર્જાય ખરો. વિશ્વના છંદ સાથે જેણે છંદ મેળવ્યો છે, એવો છાંદોગ્યનો કવિ-ઋષિ પ્રભાતિયું સંભળાવે છે : ચ એવ મધુકૃત્ તા અમૃતા આપ. (છાંદોગ્ય, ૩-૧-૧) (આ સૂર્ય દિવ્ય મધપૂડો છે, ઋચાઓ છે મધુ-સર્જતી મધમાખીઓ. તેનો રસ છે અમૃત.) સેતુબંધ ૨૭૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318