Book Title: Setubandha
Author(s): H C Bhayani, Markand Dave
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
રોજ આપણી સામે આમ તો લોહી-નીતરતો સૂર્ય ઊગે છે અને લોહીમાં લથબથ થતો ડૂબી જાય છે. માથે રહે છે કાળી ઝબાન કાળરાત્રી. એક પ્રશ્ન થાય : આ ઘોર તિમિરઘન મધરાતનાં ઊંડાં જળમાં આપણે ડૂબકી મારી છે ખરી? આપણાં આ મન, બુદ્ધિ, સંસ્કાર, અહંકારના કાળા પાણીને ભેદવા અને પાર કરવા આપણે કેટલો પ્રયત્ન કર્યો ? માનવ-સર્જક પેલા વિશ્વસર્જકના અંતઃપુરમાં પ્રવેશ કરે તો કોઈ નવી દષ્ટિની તેને દીક્ષા મળે. વિશ્વની સર્જનક્રિયાનું લઘુ સ્વરૂપ એક વૈદિક સૂક્તમાં જોવા મળે છે. એ છે “નાસદીય સૂક્ત'. મૅટરલિંકથી માંડી ઑક્ટવિયો પાઝ સુધીના સાહિત્યકારોને આ સૂક્ત હલાવી ગયું છે. અહીં તમામ અસ્તિત્વનો છેદ ઉડાડી મૂકતું રહસ્યઘન તિમિર છે અને તેના પર વધુ તિમિરઘેરું કાંઈક તોળાઈ રહ્યું છે. એ સ્વયમેવ ઉચ્છવસે છે. એને કોણ કળી શકે ? ઋષિના અંતરમાંથી હિંમતભર્યા સવાલો ઊઠે છે, જેનો જવાબ દેવા કોઈ વિશ્વસર્જક હોય તો એ સમર્થ લાગતો નથી. “નાસદીય'માં અજ્ઞેયવાદની છાંટ જોઈ આજના ચિંતકો એના પર વારી ગયા છે, પણ “નાસદીય સૂક્તમાં અજ્ઞેયવાદને સ્થાને મહાઅજ્ઞાતને પામવાની ગુરુચાવી દર્શાવવામાં આવી છે. નાસદીય' તો પ્રગાઢ અંધકારને ભેદી ગૂઢનિગૂઢ રહસ્યને પોતાના હૃદયમાં જ પામવાની ચાવી આપે છે. એ તો કવિ-મનીષીઓને સાદ પાડી કહે છે કે તમે જ સેતુ બાંધી શકો છો આ તિમિરધામના મહાસમુદ્ર પર. ઋષિદ્રષ્ટા આ સૂક્તના ચોથા મંત્રમાં કહે છે :
સતો બન્ધમસતિ નિરવિન્દનું
હદિ પ્રતીષ્યા કવયો મનીષા. (અસત્ માં સત્ નો સંબંધ કવિઓએ હૃદયમાં ધ્યાન ધરીને મનનશીલતા વડે શોધી કાઢ્યો છે.)
હિરણ્યગર્ભ સૂક્ત'માં પૃથ્વી અને આકાશ ભરી દેતો સુવર્ણ-પ્રકાશ સર્વત્ર પથરાય છે ત્યારે પેલો કફ, ક, કઃ પુકારતો પ્રશ્ન તો ઊભો જ રહે છે. પણ હવે કવિના હૃદયમાં કશી પૃચ્છા નથી. એ મહામહિમાવાન ચિરવિસ્મયને ચરણે ભક્તિનમ્ર વંદન કરે છે. “કસ્મ દેવાય હવિષા વિધેમ' એ અકર્ય, અવ્યાખ્યય, સુવર્ણકાંતિમાન પ્રજાપતિનું અમે હવિથી પૂજન કરીએ છીએ. કઃ પ્રજાપતિ સમક્ષ કેવા ભાવથી ઉપસ્થિત થવું જોઈએ તેનું ચિત્ર ટી.એસ. એલિયટે દોરી બતાવ્યું છે :
If you come this way
૨૭૮
સેતુબંધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org