Book Title: Setubandha
Author(s): H C Bhayani, Markand Dave
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 308
________________ શ્યામનાં ચરણમાં ઇચ્છું છું મરણ રે અહીંયાં કોઈ નથી કૃષ્ણ તોલે. ‘તદેકં’, પેલો તો એક અહીં નિજ ગગનમાં ઘૂમી રહ્યો છે, પણ એ છે શ્યામઘન. નરસિંહ તેને ચરણે નામશેષ થઈ જવાનો સંકલ્પ કરે છે ને શો ચમત્કાર થાય છે ! આ રહ્યું તેનું ‘હિરણ્યગર્ભ સૂક્ત' : ઝળહળ જ્યોત ઉદ્યોત રવિકોટમાં હેમની કોર જ્યાં નીસરે તોલેઃ સચ્ચિદાનંદ આનંદક્રીડા કરે સોનાના પારણા માંહીં ઝૂલે. મહાશૂન્યના ઘરમાં પ્રવેશ કર્યા પછી જ મહાશ્યામની ઝળહળતી જ્યોતિ ઉદય પામે છે. શૂન્ય મહેલમાં દિવ્યના પેટાવ્યા વિના પિયાનું મિલન થતું નથી. સિદ્ધ સારસ્વતોની દૃષ્ટિમાં આ સત્યની ક્યાંક અત્યંત સ્વચ્છ દીપ્તિમંત તો ક્યાંક અસ્પષ્ટ ઝાંખી છબિ પ્રગટ થાય છે. આનું કારણ શું ? સિદ્ધત્વની બે અવસ્થા છે : એક છે આરૂઢ, બીજી છે મુંજાન. સિદ્ધારૂઢ સારસ્વત મૂર્ધાની જ્યોતિને શું જીવનમાં, શું કવનમાં જ્વલંત રાખે છે. મુંજાન સારસ્વતમાં એ ઝળકી ઊઠે છે, મ્લાન બને છે અને વળી અંધકારમાં ઢળી પડે છે. એક છે કવિ-ઋષિ, બીજો છે કલા-સ્વામી. આ બંનેથી જુદા સારસ્વતો પણ હોય છે; તેમની સાથે સરસ્વતીની પ્રતિમા તો હોય છે, પણ ઢોળ ચડાવેલી. એમની વીણાના તાર કાંચનના નહીં, કથીરના હોય છે. મનુષ્યના અંતરતમ ખૂણે એક સત્-ચિદ્-આનંદમયી ચેતના રહી છે. મનુષ્ય નૈસર્ગિક રીતે જ તેને ચાહે છે, પણ એ મૂળ સ્વરૂપને બદલે એના જેવાં જ મનોમય રૂપો ઊભાં કરી તેમાં રાચે છે. દાન્તેએ ‘ડિવાઈન કૉમેડી'ના શુદ્ધીકરણ સર્ગના અઢારમા અધ્યાયમાં આ વસ્તુ ઝીણી નજરે નિહાળી છે. તે કહે છે : જે પ્રેમને માટે મનુષ્યનું નિર્માણ થયું છે તેને બદલે તે પોતાની પ્રિય મનઘડન્ત મૂર્તિ ઊભી કરે છે અને તેના ભણી ખેંચાઈ જાય છે. મૂળભૂત, અસલ પ્રેમતત્ત્વને બદલે એ તેની બનાવટી, નકલી છબીમાં રાચે છે. મનુષ્યના હૃદયમાં પ્રજવલિત પ્રેમની અગ્નિશિખા, વચ્ચે ક્યાંય વિરામ ન લેતાં પરમપ્રિયની પ્રાપ્તિ સુધી જલતી રહેવી જોઈએ. મૂળને સ્થાને માનવ જે મૂર્તિ રચે છે તેને રાજેન્દ્ર શાહે અનુવાદમાં ‘પ્રતિકૃતિ’ કહી છે. અંગ્રેજીમાં (અનુવાદક : રેવ. ફ્રાન્સિસ સેતુબંધ ૨૮૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318