Book Title: Setubandha
Author(s): H C Bhayani, Markand Dave
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 309
________________ કેરી) : ‘Of substance true Your apprehension forms counterfeit.' (મૂળ વસ્તુ તણી રચતી તવ ધારણા વસ્તુ બનાવટી.) પ્રેમ, સત્ય, સિદ્ધાંતને નામે આપણે કેટલા બનાવટી સિક્કા પાડતા હોઈએ છીએ તેનો પાર નથી. સર્વકાલીન ઋત-છંદને અનુસરવાને બદલે આપણે સ્વછંદને પોષીએ છીએ. મનુષ્યમાં સ્વતંત્ર ઇચ્છાશક્તિ છે. મત્યે બિએટ્રિસનું અમર્ત્ય બિએટ્રિયમાં રૂપાંતર થાય છે, ત્યારે એ સ્વયં સ્વતંત્રતાની ઉદ્દગાતા બને છે. વ્યક્તિમાંથી વિશ્વરૂપ બનેલી ચેતનાની આ વાણી છે. અહીં “શ્રીવિદ્યા યાદ આવી જાય છે. વામકેશ્વર તંત્રના ‘નિત્યાષોડશિકાર્ણવ” પ્રમાણે : યથા સા પરમા શક્તિઃ સ્વચ્છયા વિશ્વરૂપિણી, ફુરણામાત્મનઃ પશ્યન્ તદા ચકચ્ચ સંભવઃ. (આ પરાશક્તિ, પરા વાકુ, જયારે સ્વેચ્છાથી વિશ્વરૂપ ધારણ કરે છે અને પોતાની સ્વનિષ્ઠ ફુરણાને નિહાળે છે ત્યારે જ આ વિશ્વચક્ર ચાલુ થાય છે.) સાહિત્ય-સર્જકને કદી એમ ખ્યાલ આવશે કે હું પોતે જ કોઈ અંતર્ગઢ સર્જકનું સર્જન છું અને એનો આછો અધૂરોયે પરિચય પામ્યા વિના મારું સર્જન માત્ર હવાના બાચકા જેવું જ છે ? હું પોતે પણ હવાનું પોટલું જ છું, ધુમ્મસનું પૂતળું છું. મારા આ નામ-રૂપની વેશભૂષા ધારણ કરી જે કાર્ય કરે છે એ તો કોઈ નિર્દેશકના ઇશારા પર નાચતું, એ પાર્શ્વભૂના પ્રોમ્પટરના બોલને અનુસરતું નકલી પાત્ર છે; મારે મારી અસલી જાતને પહેલી પિછાણવી રહી અને મારામાં રહેલા ખરા સર્જકને શોધી કાઢવો રહ્યો; એ શોધની માથામણ એ જ મારા પોતાના કહેવાય એવા મૌલિક સર્જનનો પાયો. આ “મૌલિક શબ્દ પણ મૂર્ધા ભણી આંગળી ચીંધે છે. આવી “ઊર્ધ્વમૂલ'ની શોધયાત્રા પછી શબ્દો, અર્થછાયાઓ, રસો, છંદો સુધી અટકી રહેતી નથી. એ કોઈ મંગલનું કર્તુત્વ નિહાળે છે અને એનું શુદ્ધ વાહન બનવાની અને વરદાન ઝીલવાની મનીષા સેવે છે. એનું સર્જન પછી દિશાઓ ગજાવી મૂકવા માગતા પોતીકા ઉદ્યોષથી નહીં, પણ મંગલ-વિધાયક વાણી અને ૨૮૪ સેતુબંધ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 307 308 309 310 311 312 313 314 315 316 317 318