Book Title: Setubandha
Author(s): H C Bhayani, Markand Dave
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 310
________________ વિનાયકની ચરમ-વંદનાથી શરૂ થાય છે. તુલસીદાસે ભાવોર્મિથી ઊછળતા છંદમાં આ વંદના વ્યક્ત કરી છે.: વર્ષાનામ્ અર્થસન્ધાનામ્ રસાનામ્ છન્દસામ્ અપિ મંગલાનામ્ ચ કર્તારૌ વન્દ વાણીવિનાયકી. અહીં શબ્દો, અર્થધ્વનિ, રસો, છંદો અને માંગલ્યોની પણ અનેકાનેક રમણા વિસ્તાર પામતી જાય છે; એની શ્યામલ ઘટા, સોનેરી ને ધવલ વાદળો તથા મેઘધનુની છટા નિજ ગગનમાં નીરખવા જેવી છે. એના મૂળમાં છે સૂર્યરશ્મિ સમી આદિ સર્જનાત્મક શક્તિ. સર્જક સામે બે માર્ગ છે : કાં તો કાયસ્થ રહેવું કે પછી આત્મસ્વરૂપ બનવું. સર્વ સંબંધોના મૂળમાં જતી યાજ્ઞવક્યની વાણી સંભળાય છે : ન વા અરે જાયાયે કામાય જાયા પ્રિયા ભવતિ આત્મનડુ કામાય જાયા પ્રિયા ભવતિ. (અરે, પત્નીને ખાતર જ પત્ની પતિને પ્રિય હોતી નથી, પણ આત્માને અર્થે પત્ની પ્રિય હોય છે.) ઉપનિષદ કહે છે : જે આત્માને ઉપાસે છે તેનું પ્રિય મરણધર્મી થતું નથી. મૈત્રેયીએ પણ માગ્યું હતું : “જેનાથી હું અમૃત ન બને તે લઈને કરું શું?' મનુષ્ય જ્યારે અંતરતમ ચેતનાને સ્પર્શ કરે છે ત્યારે આ ચેતના જ તેની વાણીની વિધાયક બને છે. મર્ચ અને અમર્ય વચ્ચે, ક્ષણિક અને શાશ્વત વચ્ચે સેતુ બાંધનારા સારસ્વતોની વાણી અનેક દિશામાંથી સંભળાય છે. અહીં તેનાં અવતરણોની ભરમાર કરવાની ઇચ્છા નથી. એટલું મનમાં થાય : આજે ચારે તરફથી ચિત્કાર ઊઠે છે, કાળી વેદના અને વિફલ વિદ્રોહ માથાં પછાડે છે ત્યારે આ વાણીની ઉપયુક્તતા કેટલી ? મને તો લાગે છે કે વિશ્વના મહાન કવિઓ અને કથાસર્જકોને સમજવા તેમ જ તેમના સંદેશને જીવનમાં ઝીલવાનો સમય હવે જ આવી રહ્યો છે. વિજ્ઞાનની જુદી જુદી શાખાઓ આંતરિક તેમજ બાહ્ય વિશ્વમાં રહસ્યોનું ઉદ્ઘાટન કરે છે તેને સિદ્ધ સાહિત્યકારોએ કેવી પારગામી દૃષ્ટિથી નિહાળ્યું છે અને રસોશ્યલ વાણીથી નિરૂપ્યું છે તેનું ખરું મૂલ્ય હવે જ અંકાશે. મનુષ્યને વેરઝેર અને ધિક્કારના વાતાવરણમાંથી મુક્ત કરવા માટે આ અસલ “પ્રેમ-સજીવન-મૂળી' અકસીર નીવડશે. સમયના અંતહીન પથ પર પડતો-આખડતો, ફરી ઊભો થતો ને ચાલતો સેતુબંધ ૨૮૫ ૨૮૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 308 309 310 311 312 313 314 315 316 317 318