Book Title: Setubandha
Author(s): H C Bhayani, Markand Dave
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
કાવ્ય છે :
How well I know that Fountain's Rushing flow although by night. (કાળમકાળી રાત ઢળી તોય ઝરણું છાકમછોળ વધે જાય
જાણું રે જાણું !).
આનું નામ અજ્ઞાતના સામ્રાજયમાં ગુંજી ઊઠતી આતમસૂઝની શ્રદ્ધાપૂત વાણી.
એલિયટ પર સંત જન ઓફ ધ ક્રૉસની કેટલી ઘેરી અસર છે તે સાધ્વી સિસ્ટર કોરોનાએ ‘Eliot's Four Quartets (પા. ૨૬-૨૭૭)માં દર્શાવી આપ્યું છે, અને સંત જોન ઑફ ધ ક્રૉસ તો માઉન્ટ કારમેલ કે કૈલાસ પર આરોહણ કરતો ‘મિડલ વે’ કે મધ્યમાં સુષષ્ણા પથનો યાત્રી છે. એને પગલે એલિયટની વાણીમાં પણ શાશ્વત શિખરોની પહાડી હવા વહી આવે છે.
સ-અસત્ની જુગલબંદીનું બંધુત્વ શોધી કાઢવાનું ભગીરથ કાર્ય વિશ્વસર્જકે માનવપ્રતિભાને આપ્યું છે. વિશ્વભરના મહાકવિઓમાં આ જોડિયાંની ઝલક જોવા મળે છે. રામાયણ અને મહાભારત એના સુવિશાળ અને સમૃદ્ધ દાખલા છે. “સત્ય ઉગ્ર, ઋતે બૃહત' એ વૈદિક મંત્રને અહીં જીવતો જાગતો બતાવવામાં આવ્યો છે. વાલ્મીકિ રામાયણ અને મહાભારતના પ્રારંભે બંને મહાકવિઓએ ધ્યાન ધરી ધર્મવીર્યથી કથાનાં પાત્રો, તેમના અંતરંગ મનોભાવો અને પ્રસંગોને પારખી રચના કરી છે. જે વિશ્વ-બ્રહ્માંડનું સત્ય છે તે માનવવાણીનું સત્ય બની ગયું છે. આદિ કવિને તો સૃષ્ટિકર્તા બ્રહ્માનું વચન મળ્યું છે ને ફળ્યું
ન તે વાગનૃતા કાવ્ય, કાચિદત્ર ભવિષ્યતિ.'
(તારી વાણી કદી મિથ્યા નહીં થાય.) રામાયણ અને મહાભારતના સર્જકોએ એક શબ્દ વાપર્યો છે તે આકસ્મિક હોય કે સુયોજિત હોય પણ બંને કથાનું મૂળ એ દર્શાવે છે. ચિત્રા નાડી દ્વારા ચાલતી સંસારલીલાનું એ ચિત્રણ છે. માયા-મનુષ્ય રામની દક્ષિણયાત્રા ચિત્રકૂટથી શરૂ થાય છે અને પંચ ઇન્દ્રિયોની કુટીર પંચવટીમાં આવતાં જ તેમનાં અપાર કષ્ટો અને અતુલ પરાક્રમોની ગાથા સર્જાય છે. મહાભારતના ચિત્ર-વિચિત્ર ૨૮૦
સેતુબંધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org