Book Title: Setubandha
Author(s): H C Bhayani, Markand Dave
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
(અંતઃકરણમાંથી નીકળતી એક સો ને એક નાડીઓ છે. એમાંથી એક મસ્તકમાં પ્રવેશ કરે છે. આ એક નાડી, જે ઊર્ધ્વગમન કરે છે તે, અમૃતત્ત્વને મેળવે છે; અન્ય નાડીઓ વિશ્વસંસાર પ્રતિ જાય છે.)
મૂર્ધામાં સ્થાન પામતી આ નાડીને વિરજા કહેવામાં આવે છે. રજો ગુણના રાગ અને દ્વેષમાંથી મનુષ્યને મુક્ત કરી તે સત્યનું નિર્ભેળ દર્શન કરાવે છે. સિદ્ધ યોગીઓની કઠિન પરિભાષાને બદલે સિદ્ધ સારસ્વતોની રસાળ વાણીમાં કહીએ તો કાલિદાસે “શાકુંતલ'માં (અંક ૭, શ્લોક ૬) દિવ્ય વિમાની માતલિ દ્વારા વિરજા-નાડીને “વ્યપેતરજસઃ' - રજોગુણથી મુક્ત પ્રવાહ નામના વાયુમાર્ગ તરીકે નિરૂપી છે. આ વાયુમાર્ગને વળી કિસ્રોતમયી ગંગા અને ગગન-પ્રતિષ્ઠ
જ્યોતિ સાથે સાંકળી વધુ સ્પષ્ટ કર્યો છે. મનુષ્યમાં રહેલો વામન અહીં પગલું મુકતાં કેવો વિરાટ બની જાય છે તેનોયે સંકેત કવિએ ત્રિવિક્રમ વિષ્ણુને યાદ કરીને આપ્યો છે. એ જાણે કે અમુક જાતિ, કુળ, દેશ, કાળના મર્યાદિત વંશમાં જીવતે જીવ મૃત્યુ પામવા જેવું છે. સંન્યાસી સંન્યાસ ગ્રહણ કરતી વખતે વિરજા હોમ કરે છે. પોતાના જૂના નામનો ત્યાગ કરે છે. એવું કાંઈક સારસ્વતની બાબતમાં બને છે. બોધિસત્વ કુળમાં જન્મતા સાધકની જેમ એ સરસ્વતી કુળમાં નવો જન્મ પામે છે. એટલે તો આવા સિદ્ધ સારસ્વતની કૃતિ સ્થળકાળના સીમાડા ભેદી સર્વત્ર વિહરે છે. કવિ કીટ્સના “Ode on a grecian Urn’માં આવું મૃત્યુંજય મંત્રગાન સંભળાય છે.
Beauty is truth, truth beauty that is all .
ye know on earth and all ye need to knwo.
સુન્દરમ્ સત્યમ્, સત્યમ્ એ જ સુન્દરમ્ આ મંત્ર જગતના મહાન સારસ્વતો યુગો સુધી સંભળાવતા જ આવ્યા છે. માનવશરીરમાં આ મંત્રનો ગુંજાર કેવી રીતે થાય છે ? યોગીજનો પાસેથી એની કાંઈક ઝાંખી મળે છે. આપણી મુખ્ય નાડી ત્રણ : ઈડા, પિંગળા, સુષમ્યા. તેમાં મધ્ય નાડી સુષુમ્યા. તેને સરસ્વતી પણ કહે છે. એ સ્વયંસ્કૃર્ત જ્ઞાનની જનની છે.
ગોરખવાણી છે :
બિન પુસ્તક બોચિબા પુરાન,
સરસતી ઉચરે બ્રહ્મગિયાન. સુષુણ્ણાનાં ત્રણ લક્ષણો ગણાવવામાં આવ્યાં છે : “સુષુમ્મા પરમા સેતુબંધ
૨૭૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org