Book Title: Setubandha
Author(s): H C Bhayani, Markand Dave
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
પરિશિષ્ટ-૫ (સંદર્ભ : પત્ર પ૩) નિહિત ગુહાયામ્
પૃચ્છક
જે કોઈ પાઠક-ભાવક જયારે, જેવી કૃતિને પામ્યો . ત્યારે તેનો તે કૃતિપાઠ: ખરેખરું તો એ જ માત્ર વાસ્તવઇતર બધું તો કલ્પનજલ્પન. (કહોને, આપઆપણો અલગ, આગવો ચોકો)'. પરંતુ, ભઈલા ! એ હોબાળે ઊઠી રહ્યા વમળો, ઘૂમરીમાં ફસાઈ તું ચકરાતો (એ.એ.પો.ની કહાણીના નાયક શો) લગરીક ઠંડે પેટે, ઠરેલ ભેજે જોવા કરશે ?તો તો દીવા સમ દેખાશેઃ એ કાંઈ કલા-કવિતા કેરો કેવળ નહીં બાપીકો કોઈ ઇજારોજે કાંઈ, જ્યાં કાંઈ, જ્યારે, જેવું તું, હું, કોઈ પણ દરેક જણ (હા ! હરેક જણ તો) જાણે, માણે, સહે, ભોગવે - તે જ માત્ર તેનું વાસ્તવ. (નથી સાંભળ્યું ? તુંડે તુંડે અલગ મતિ' ને “દૃષ્ટિ તેવી સૃષ્ટિ').
૨૫૬
સેતુબંધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org