Book Title: Setubandha
Author(s): H C Bhayani, Markand Dave
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 290
________________ કહે : ચિપ ઓફ ધી ઓલ્ડ બ્લૉક ? નો, “ઑલ્ડ બ્લેક ઈન ટોટો !! મને મળે છે. મેઘાણી રોજ યાદ આવે છે. એમ થાય છે કે એમની સાથે જે દિવસો ગાળ્યા, જે જોયા, જે જાણ્યા એ જીવનના “અમૃતનું ભાથું'ના દિવસો હતા. જીવનના બળનું ભાથું હતું એ. એટલે મેઘાણીભાઈની વાત આવે ત્યારે (આપને બધી વાત કરું) શું થાય મનમાં ? એક ઉછાળો આવે, એક ભરતી આવે, એક મેઘ ચડી આવ્યો હોય એવું લાગે. આજે વૈશાખનો તાપ છે ત્યારે પણ નામ લેજો અને વાદળાં બંધાતાં લાગશે, શીળી હવા રેલાશે, ઝરમર રસથી આપણે ભીંજાશું. મેઘાણીએ આપણને ભીંજવ્યા છે, તરબોળ કર્યા છે. એ મેઘે આપણને ભીંજવ્યા છે; અંતર હજી એવું જ ભીનું છે. સો વર્ષ પછી શતાબ્દી વખતે પણ કેટલા પ્રેમથી યાદ કરે છે લોકો ! મોટા સમારંભો થાય, રાજય તરફથી, સાહિત્ય સભા તરફથી, કલાસંસ્થાઓ તરફથી... પણ આમાંનો માણસ, ગામડા ગામનો માણસ આજે પણ મેઘાણી પોતાના સ્વજને હોય, પ્રિયજન હોય, એના નિત્યના સંગાથી હોય એવું વાતાવરણ રચે છે. મેઘાણી વિશે કહું છું ત્યારે મને થાય છે કે આ વ્યક્તિ કયા પ્રકારની? મેં જોયા છે, જાણ્યા છે એની તો હૃદયમાં છબી અંકિત થઈ ગઈ છે, પણ વાણી સાંભળી છે એમાંથી જીવતો માણસ ઊભો થાય છે. કોઈકે કહ્યું હતું “હેન યુ ટચ એ બૂક- યુ ટચ એ પર્સન...” (તમે પુસ્તકને સ્પર્શ કરો છો ત્યારે મનુષ્યને સ્પર્શ કરો છો.) એવો મનુષ્ય, એવો માનવ. એને શું કરાય ? એને કેવી રીતે ઓળખવો ? તો એક બાઉલના શબ્દો મને યાદ આવે છે. બાઉલ કહે છે : એ મનેર માનુષ મનેર માનુષ હય જે જના નયને તો જાગો જાના...' એ કોણ છે ? મારો મનનો માણસ છે, મનનો માનીતો, મનગમતો, મનનો માનેલો, અને એ મનમાં એવો વસ્યો કે મનમાંથી કદી યે ન જાય એવો મનેર માનુષ છે. એ મનેર માનુષ કેવો હોય ? બાઉલ કહે છે કે જે મનેર માનુષ છે એને કેમ ઓળખશો ? સેતુબંધ ૨૬૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318