Book Title: Setubandha
Author(s): H C Bhayani, Markand Dave
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 294
________________ વસમું વરદાન છે – એની અનહદ વેદના છે. હું મેઘાણીની એ અનહદ વેદના ને મેઘાણીનો આનંદ જોઈ શકું છું. એમણે કહ્યું હતું મહાદેવભાઈ માટે કે ‘અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ' બરાબર ! ‘અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ'. હું મેઘાણીભાઈ માટે કહ્યું કે ‘અગ્નિશિખા પર ઊડતું ચંડુલ', ‘અગ્નિશિખા પર ઊડતું... ને ગાતું...૧ ચંડુલ' ને આજે પણ એનાં ગીતો સંભળાય છે. બીજી એક મને વિચિત્ર કલ્પના આવે છે. ભાઈ ! કલ્પના જ છે. તમે મેઘાણીભાઈની રેકોર્ડ કદાચ સાંભળી હશે, એના ‘શેણી...શેણી...' શબ્દો. ‘શેણી વિજાણંદની વાર્તા કહી છે એમાં વાત મૂકે છે : ‘શેણી કોણ હતી શેણી ? કોણ હતો વિજાણંદ ?' પણ ભાઈ ! આ બોલ્યા છે ને ! એ ક્યાંક શેણીએ સાંભળ્યું તો હશે જ. ક્યાંક વિજાણંદને કાને વાત તો પહોંચી જ હશે. ‘કોક બોલાવે છે આપણને તારા જંતરને યાદ કરે છે. જંતર તૈયાર કર. તારા વાયુમાં વહેતા સૂરને એકઠા કર...' ને વિજાણંદે એ સૂર એકઠા કર્યા હશે. એનો પિંડ બંધાયો; એ થયા મેધાણી. વિજાણંદના સૂરમાં અનેક સૂરો વહે છે. કલશોર છે, કલનાદ છે, ગર્જના છે... કલ્લોલથી માંડીને છેક વિદાય સુધીના સૂરો સંભળાય પણ એની કિંમત બહુ ચૂકવવી પડે છે. ', એક પદ મેં લખ્યું'તું કે જેને આવી કીર્તિ મળે છે ને, એના હૃદયને વેદના પણ એટલી જ મળતી હોય છે. જેને ભાલે મેં મારું તિલક આંક્યું છે એને હૈયે પરોવ્યા છે સોયા દુનિયાના સગપણ તો સોંઘા છે ભાઈ ! એક મોંઘાં મીરાંના બલોયાં.’ એક મીરાંના બલોયાં મોંઘા છે પહેરવાં. અને જેણે મીરાંનાં બલોયાં ૧. વર્ડ્ઝવર્થે skyland કાવ્યમાં Kindred spirit to Heaven and home. ચંડુલ ગગનમાં ખૂબ દૂર દૂર સુધી ઊડે છે, પણ એની નજર સતત પોતાના માળા પર-ધરતી પર છે. સેતુબંધ Jain Education International For Private & Personal Use Only ૨૬૯ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318