Book Title: Setubandha
Author(s): H C Bhayani, Markand Dave
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
એની આંખથી ઓળખશો, એના નયનથી ઓળખશો. વાત તો પછી કરશે, મીટ માંડશો ત્યાં જ મનનો માનેલો મળી જશે.
પણ ભાગ્યે જ મળે છે આવા મનેર માનુષ. મોટા મેળાવડામાં મળીએ ત્યારે મનેર માનુષ તો ક્યાંક ભાગ્યે જ મળે સભાગ્ય હોય તો.
“સે હુ એક જના ... રસેર માનુષ’ જે રસથી ભરપૂર છે, રસમય છે. અણુએ અણુ રસમય એ તો.
અજાન પથે કરે આના-ગોના આવે છે- જાય છે એકલો એ માણસ.
એ રાજપથે જતો નથી- ત્યાં નહીં મળે. એ તો એકલપંથે જાય છે... મનેર માનુષ...
આપણી વચ્ચે આવો એક મનેર માનુષ આવી ગયો, આપણને તરબોળ કરી ગયો. અને એણે શું કર્યું ? મને ઈકબાલનો એક શેર યાદ આવે છે. ઇકબાલ કહે છે :
હજારો સાલ નરગીસ અપની બેનૂરી પે રોતી હૈ,
બડી મુશ્કીલ સે હોતા હૈ ચમનમેં દીદાવર પૈદા.” દૃષ્ટિવાળો માણસ ભાગ્યે જ મળે છે. દષ્ટિપૂત માનવી ભાગ્યે જ મળે છે. જેને આપણે રખડતા માન્યા, રઝળતા માન્યા, ધૂળિયા માન્યા, ગામડાના ગામડિયા માન્યા, અજાણ-અબોલ માન્યા એની માનવતા જગાડી એમાં દીવા બતાવ્યા આપણને મેઘાણીએ.. માણસાઈના દીવા. વિચાર તો કરો એ માણસની આંખ કેવી હતી ! એ માણસની આંખ કેવી હોય ? આંખમાં નશો હોય, નશો હતો છતાંય દૂર હતું. બીજા નશા મૂર્શિત કરે છે, આ નશો અજવાળું આપે છે. માગવાનું મન થાય કે
નૂર હી નૂર પીલા દે સાકી,
અરે ! મજૂર પીલા દે સાકી.” તું મજૂરનો મય પાઈ દે... એ માણસને મેં જોયો છે નજીકથી. નિકટથી. અનેક રીતે. ત્યારે મને એની ગતિમાં, એની ચાલમાં, એક છંદ, એક લય, એક નર્તન, એક સંગીત જોવા મળ્યાં છે. ધી હૉલ મેન ઓફ સિંગિંગ. માત્ર ગળું - માત્ર કંઠ - નહીં. ૨૬૬
સેતુબંધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org