Book Title: Setubandha
Author(s): H C Bhayani, Markand Dave
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
મધ્યકાલીન જૈન કથાઓ'ની પુરાતન વાવનું જળ પીતાં મેં ભાયાણીસાહેબ પર પત્રો લખ્યા એ ‘ઉદ્દેશ’માં પ્રગટ થયા. મારે એ વિશે એટલો જ ખુલાસો કરવાનો છે કે બીજા પત્રને અંતે મેં સાહિત્ય પરિષદ અને અન્ય સાંસ્કૃતિક સંસ્થાઓ વિશે જે લખ્યું છે તે ટીકા કરવાની કે ઉતારી પાડવાની દૃષ્ટિથી નથી લખ્યું. દૈવત એટલે જીવનના ધબકારથી નવો પ્રાણ સીંચતી પ્રવૃત્તિઓ.
પરિશિષ્ટ-૪ (સંદર્ભ : પત્ર ૪૬) પ્રતિભાવ
મને એમ થાય છે કે રામાયણ, ભાગવતની પારાયણો થાય છે તો આપણાં મહાકાવ્યોની કેમ ન થાય ? તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષાએ નિયમિત રીતે વિશ્વનાં શ્રેષ્ઠ સર્જનોનો પરિચય કરાવતી ગોષ્ઠીઓ કેમ ન યોજી શકાય ? સામાન્ય પ્રજાને આવા ગંગાપ્રવાહનો લાભ કેવી રીતે મળે તેવી યોજના ઘડી કાઢવી જોઈએ. હમણાં ‘સુન્દરમ્ એટલે સુન્દરમ્' આપણા ઉત્તમ કવિની સૌન્દર્યસૃષ્ટિમાં લટાર મારતાં તેમનાં સ્વપ્રો નજર સામે તરવરી રહ્યાં. આ પત્ર સાથે- યોગ્ય લાગે તો પાનાં ૪૧-૪૨ પ૨ આવેલી સુન્દરમ્ વાણી ઉતારશો. મારું તો એટલું જ કહેવાનું છે કે આપણે પોતે એકડો નહિ ઘૂંટીએ તો સરવાળે મૂળગી ખોટ ભોગવવી પડશે. મારા પત્રમાં આ વ્યથા છે,ક્યાંયે આરોપઆક્ષેપ અભિપ્રેત નથી એની ચોખવટ કરવા વિનંતિ છે.
હમણાં તો વર્તમાનપત્રો વાંચવામાંથી પણ મન ઊઠી જાય છે. આપણી વચ્ચે દૃષ્ટિભેદ-મતભેદ હોઈ શકે પણ ચર્ચાપત્રોમાં જે ગૌરવ હોવું જોઈએ તે જોવા નથી મળતું. જેને મેં સાચા જીવનનો ધબકાર કહ્યો તે થોડા સમય પહેલાં શૂદ્રકના ‘મૃચ્છકટિક’માં સંભળાયો. ‘નંદિગ્રામ‘માં એના વાચન પછી શૂદ્રક વિશે ઘણી માહિતી એક મિત્રે શોધી આપી. અંતમાં પેલો શ્લોક અને તેનો અનુવાદ આપી રજા લઉં.
૨૫૪
‘દીનાનાં શ્વવૃક્ષ:, સ્વશુળતનત:, સપ્નનાનાં ટુવી, आदर्शः शिक्षितानां, सुचरितनिकषः शीलवेलासमुद्रः ।
Jain Education International
For Private & Personal Use Only
સેતુબંધ
www.jainelibrary.org