Book Title: Setubandha
Author(s): H C Bhayani, Markand Dave
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
નિજનિજને રંગે રંગાઈ કદી સ્થાયી, કદી રંગ બદલતી વિસરાતી ને ફરી ડોકાતી ? (વેદવચન છે યાદ ? ‘રૂપ રૂપ પ્રતિરૂપો બભૂવ.') ભીતરનાં જળ ડહોળીડખોળી ઊડ્યા કરતો પ્રશ્ન એક : અણગણ એ છબીઓને થર પ્રોવાયા “હું”ને કેમ કરી હું ખોળું, પ્રીછું (ખોળનાર “હુયે વળી કોણ ?) સદા ‘રસિક' પણ સદા પજવતા, સદા અનુત્તર, અજરઅમર આ પ્રશ્ન !
કોણ ન જાણે ?ગંગા એ તો અવિરત વહેતો ક્ષણક્ષણનો નવતર જળઘ છતાંયે, તેમ છતાંયે ગંગા એ તો ગંગાઃ નહીં એ રેવા, જમના, તાપી, કાવેરી કે કૃષ્ણા. (માનવીનું મન વત્સ વિખૂટું સમાધાન-ધેનુનું શરણું શોધે !) ધ્રુવ-અધ્રુવ કે નિત્યાનિત્ય અનેક જ અથવા એક ? સ્મરું ઋષિની વાણીઃ કો અદ્ધા વેદ ક ઈહ પ્રવોચ” મનીષી, કવિ, આચાર્ય પ્રીછવેઃ ચિદ્વિલાસ કહો વા માયાલોક' ધન્ય કોઈ વિરલાને ફુરતો અટળ વસ્તુ-આલોક.
સેતુબંધ
૨૫૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibráty.org