Book Title: Setubandha
Author(s): H C Bhayani, Markand Dave
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
(શબ્દસૃષ્ટિ, જુલાઈ '૮૮) ગુજરાત સાહિત્ય અકાદમી : કાર્યપ્રવૃત્તિનો અહેવાલ
હસુ યાજ્ઞિક
મહામાત્ર
ગુજરાત સાહિત્ય અકાદમી ૧. પરંપરાગત પદ સમેત ભજન સાહિત્યનું સર્વેક્ષણ અને સૂચિકરણની
ખાતાકીય યોજના ગુજરાત સાહિત્ય અકાદમીના બંધારણના ઉદેશપત્ર ક્રમાંક : ૩(૮) અનુસાર અકાદમીનો એક હેતુ ગુજરાત રાજયના જુદા જુદા ભાગોના પ્રાદેશિક સાહિત્યનાં વિવિધ સ્વરૂપોની સમીક્ષા કરી સુરક્ષિત રાખવાનો અને લોકસમૂહલક્ષી સાહિત્ય તથા મહત્ત્વપૂર્ણ સાહિત્યના વિકાસને ઉત્તેજન આપવાનો છે. આપણા જાણીતા વિદ્વાન માનનીય ડૉ. હરિવલ્લભ ભાયાણીએ લિખિત અને મૌખિક પરંપરાગત પદ અને ભજન સાહિત્યના સર્વેક્ષણ અને સૂચિકરણની ખાતાકીય યોજનાની રૂપરેખાનો પ્રસ્તાવ તૈયાર કરી આપ્યો હતો જે અકાદમીની તા.૧૧૬-૮૮ની સ્થાયી સમિતિમાં મંજૂર કરવામાં આવ્યો, અને તે અન્વયે આ ખાતાકીય યોજના ડૉ. ભાયાણી સાહેબના માર્ગદર્શનમાં હાથ ધરવામાં આવી છે.
આ યોજનાનો હેતુ બારમી સદીથી ઓગણીસમી સદી સુધીનાં ૭૦૦ વર્ષના ગાળાને આવરી લઈને, ગુજરાત પ્રદેશના લોકોનો પરંપરાગત વારસો છે અને જે ગુજરાતના સંસ્કારજીવનની અમૂલ્ય અભિવ્યક્તિની દસ્તાવેજી નોંધ જેવો છે તે પદ-ભજન સાહિત્યનું સર્વેક્ષણ કરી તેનું શાસ્ત્રીય સંપાદન કરવું તે છે. લિખિત અને મૌખિક પરંપરાના પદ-ભજન સાહિત્યનું સર્વેક્ષણ કરાવી તેનું સૂચિકરણ કરવામાં આવશે અને તે દ્વારા મધ્યકાલીન ભક્તિસાહિત્યમાં જે મૂલ્યવાન ફાળો ગુજરાત પ્રદેશ આપ્યો છે તેનું પ્રમાણભૂત ચિત્ર ઉપલબ્ધ બનશે.
આ પ્રકારના સાહિત્યમાં પદ, ભજન, ધોળ, ગરબી અર્થાતુ સમગ્ર પદસાહિત્યનું સર્વેક્ષણ કરવામાં આવશે. પ્રાથમિક તબક્કે પ્રકાશિત ગુજરાતી હસ્તપ્રત સંગ્રહોની સૂચિમાંથી પદસંગ્રહોની કાર્ડસૂચિ તથા હસ્તપ્રત ભંડાર પાસેની કાચી હસ્તપ્રત સૂચિ તેમજ પ્રકાશિત ભજનસંગ્રહ અને પદસંગ્રહમાંથી ભજન અને પદની કાર્યસૂચિ તૈયાર કરાવવામાં આવશે. પ્રત્યેક પદની પહેલી અને ૨૫૦
સેતુબંધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org