Book Title: Setubandha
Author(s): H C Bhayani, Markand Dave
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
પરિશિષ્ટ-૩ (સંદર્ભઃ પત્ર ૧૩) ગુજરાત સાહિત્ય અકાદમી
દફતર ભંડાર ભવન,
સેક્ટર-૧૭, ગાંધીનગર-૩૮૨૦૧૭ પ્રો. હસમુખ પટેલ ડૉ. સુરેશ દલાલ ડૉ. હસુ યાજ્ઞિક અધ્યક્ષ ઉપાધ્યક્ષ
મહામાત્ર ક્રમાંકઃ ગસઅ/પદ સૂચીકરણ/૧૨૮૯૮૮
તા. ૧૬-૭-૮૮ સન્માનનીય શ્રીમકરંદભાઈ,
સવિનય નિવેદન કે, પૂ. ભાયાણી સાહેબ પરના આપના બંને પત્રો મળ્યા. વિગત જાણી, ખૂબ આનંદ થયો. યોગાનુયોગ બન્યું એવું કે, પૂ. ભાયાણીસાહેબના માર્ગદર્શનમાં અકાદમીએ પદના સૂચીકરણની ખાતાકીય યોજના હાથ ધરી તે જ સમયે આપના જેવા અધિકારીની નિશ્રામાં ભજનિકોનું મિલન ગોઠવાયું છે. આ નિમિત્તે હું તથા પૂ. ભાયાણીસાહેબ ૧૨ મી તારીખની સાંજ સુધીમાં આવવાનું ગોઠવીશું.
નંદિગ્રામ આવવા માટે મોટર માર્ગે અમે નીકળીશું. આપને ત્યાં રહેવાની વ્યવસ્થા હશે. અન્યથા જો વલસાડ નજીક પડતું હોય તો ત્યાં સરકારી ગેસ્ટ હાઉસમાં અમારો રહેવાનો પ્રબંધ કરીશું. આપ જણાવશો તે પ્રમાણે ગોઠવીશું. આ સાથે શબ્દસૃષ્ટિમાં પ્રગટ કરેલી અકાદમીની પદ, ભજન સૂચીકરણની યોજનાની કામચલાઉ રૂપરેખા છાપી છે, તે આપની જાણ માટે મોકલું છું. સંમેલન દરમ્યાન આ વિશે રૂબરૂ ચર્ચા-વિચારણા કરીશું અને આ ગંજાવર કામને શક્ય તેટલા ટૂંકા ગાળામાં શાસ્ત્રીય સંપાદન રૂપે કેવી રીતે મૂકી શકાય, તે વિચારીશું. હાલ તો છપાયેલા પદ-સંગ્રહો, છપાયેલી હસ્તપ્રતોની યાદી, હસ્તપ્રતો, અને ભજનિકોની કેસેટને આધાર કાર્ડ-સૂચિ તૈયાર કરાવીએ છીએ અને પ્રારંભિક તબક્કે અકારાદિ ક્રમે સૂચીગ્રંથ પ્રગટ કરવાનું વિચારણામાં છે. તેમાં પદ-ભજનના આદિ અને અંત દર્શાવીશું. આ સાથે જ બીજા તબક્કાની કામગીરીનો પણ પ્રારંભ કરીશું અને સૌરાષ્ટ્ર, ગુજરાતના ગામેગામ વસતા સાંપ્રદાયિક અને સામાન્ય પ્રવાહના ભજનિકોની એક સંસ્થા તરીકેની માહિતી ૨૪૮
સેતુબંધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org