Book Title: Setubandha
Author(s): H C Bhayani, Markand Dave
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
આ સત્યને ધ્યાનમાં લઈ સંતવાણી, સિદ્ધવાણી, પુરાણો, ઉપનિષદો તથા વૈદિક સૂક્તોના ક્રમિક તેમજ પદ્ધતિસર અભ્યાસ માટે ‘ભજન-વિદ્યાકેન્દ્ર”ની સ્થાપના કરવામાં આવી છે.
અભ્યાસક્રમની રૂપરેખા નીચે પ્રમાણે છે.
સંતવાણી :
(૧) ગુજરાતીમાં મહામાર્ગ, નાથયોગ તથા સગુણ-નિર્ગુણ સંતોની વાણી. (૨) કબીર, નાનક, દાદુ જેવા નિર્ગુણ સંતો તથા તુલસી-સૂર-મીરા જેવા સગુણ સંતોની વાણી.
(૩) મત્સ્યેન્દ્ર-ગોરખ જેવા નાથયોગીઓ તથા
સરહ-કાન્હપ્પા જેવા બૌદ્ધ
સિદ્ધોની વાણી.
સંતો વાગ્યેય કાર છે. શબ્દ અને સૂરનું તેમની વાણીમાં અપૂર્વ સંયોજન છે. શબ્દનો અર્થપ્રકાશ અને સૂરના આનંદધ્વનિનું બરાબર સંતુલિત જ્ઞાન થાય એ માટે ભજનો-પદોને યોગ્ય રીતે ગાવાની તાલીમ આપવામાં આવશે. આ રીતે શબ્દ તથા સૂરના પરખંદા ભજનિકો તૈયાર કરવાની પણ સંસ્થા નેમ છે.
પૌરાણિક આખ્યાનો :
વૈદિક મંત્રો અને લોકભજનોને જોડતી કડી હોય તો તે પુરાણો છે. ભારતીય સંસ્કૃતિના સર્વસંગ્રહનો અખૂટ ભંડાર પુરાણોમાં છે. તેમાં આવતા તત્ત્વવિચાર, આખ્યાનો અને સ્તોત્રોનો નવેસરથી અભ્યાસ કરવો જોઈએ. પુરાણોના સંકેતોને લોકે સમક્ષ સ્પષ્ટ કરી આપવા માટે નવા આખ્યાનકારો ઊભા થવા જોઈએ. ભજનિકોની જેમ આખ્યાનકારો માટેના તાલીમવર્ગો સંસ્થા ચલાવશે.
ઉપનિષદ-ગીતા-તત્ત્વચિંતન :
પ્રમુખ એકાદશ ઉપનિષદો, બીજા યોગઉપનિષદો તથા ગીતાના અભ્યાસ વિના ભારતીય આત્મદર્શનની પીઠિકા બંધાતી નથી. સંતવાણી અને પુરાણ કથાનો પાયો ઉપનિષદ વિચાર છે. ઉપનિષદોનો અભ્યાસ માત્ર ભાષ્યકારોને આધારે નહીં પણ સિદ્ધિમંત સંતોને અજવાળે થવો જોઈએ. રામકૃષ્ણ પરમહંસ કે રમણ મહર્ષિ જેવાનાં જીવન-કથન ઉપનિષદોના જ્ઞાનરાશિને જીવંત કરી આપે
સેતુબંધ
૨૪૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org