Book Title: Setubandha
Author(s): H C Bhayani, Markand Dave
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
(૧૩૯)
મકરંદભાઈ,
નિરંજનાની અમીવર્ષા હમણાં તમારા પર અવારનવાર થતી લાગે છે. ‘ઉદ્દેશ’માંની રચના નખશિખ સુંદર છે – જૈન પ્રબંધોમાં પ્રયોગ છે ઞામૂતપૂત. પતરાની ડાબલી સમુચિત પ્રતીક-ઉદ્દીપન વિભાવ બની છે.
હું હમણાં કૃષ્ણપાદ, તેલ્લોપાદ વ. ના દોહાની પાઠશુદ્ધિમાં પડ્યો છું. સારનાથની સંસ્થા પાસેથી શહિદુલ્લાહ અને બાગચીનાં સંપાદનોની નકલ મેળવી છે. પ્રાથમિક અર્થ બેસારવામાં પણ ઘણીવાર મુશ્કેલી લાગે છે– સહજ, સ્વસંવેદન, સમરસ, સમસુખ, પરમાર્થ, પરમ—વિરમ, અમનવિકાર, ચિત્ત વગેરેના પરસ્પર સંબંધ બાબત ઘણી ધૂંધળાશ લાગ્યા કરે છે. ગૂઢાર્થ કે આધ્યાત્મિક અર્થને તો અડકી શકું તેમ નથી. ટીકાકારની પાસે પણ ભ્રષ્ટ પાઠ હોવાથી તે મનમાન્યો અર્થ કરતો લાગે છે, અને અમે કૉલેજકાળમાં જે slang વાપરતા તે વાપરીને કહું તો ઘણીવાર તે ‘ફેંકોલોજી’ કરતો હોવાની છાપ પડે છે. તો પણ અત્યાર સુધી સંપાદકોએ જે ભ્રષ્ટ પાઠનો અર્થ બેસારવાની ગડમથલ કરી છે, તેમાંથી કેટલીક પાઠશુદ્ધિને કારણે બચી શકાય તેમ છે.
૨૧૨
અમદાવાદ
તા. ૧૯-૬૯૮
મારું સ્વાસ્થ્ય સુધરતું જાય છે. સ્ફૂર્તિ વધી છે, પણ હજી થોડુંક ચાલતાં શ્વાસ ચડે છે. એકાદ માસમાં સ્વાભાવિક ગતિસ્થિતિ થશે એવી આશા છે. શીલચંદ્રસૂરિજી મળ્યા હશે.
Jain Education International
હ. ભાયાણીના નમસ્કાર
For Private & Personal Use Only
સેતુબંધ
www.jainelibrary.org