Book Title: Setubandha
Author(s): H C Bhayani, Markand Dave
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
(૧૪૫)
અમદાવાદ
તા. ૬–૧૧–૯૮ મકરંદભાઈ,
ગઈ કાલે રાજકોટ વાળા નરહર ગઢવી મળવા આવ્યા હતા ડિસેમ્બરમાં એના પિતા નિમિત્તે આયોજિત સંગોષ્ઠીમાં ભાગ લેવાનું કહેવા, તમને મળીને, પછી અહીં હસુ યાજ્ઞિકને મળીને, આવ્યા હતા. તમારે ત્યાં ભરતભાઈને મળ્યાનું અને તમે મને યાદ કર્યો હોવાનું પણ એણે કહ્યું. એટલે થયું, તમને આજે લખું. મારી તબિયત સુધરતી આવે છે. ઘરમાં હજું ફરું છું. પણ પગ નબળા છે. બહાર જઈ શકાય તેટલી શક્તિ હજી નથી. ખોરાકની રુચિ રહે છે, પણ પ્રમાણ ઓછું હોય છે. થોડીક દવા હજી ચાલુ છે. લેખનવાચન સારી રીતે ચાલે છે. ચાર-પાંચ પુસ્તકો પૂરાં કરીને છપાવાનું કામ ચાલે છે– મુખ્યત્વે પ્રાકૃત, અપભ્રંશ અને સંસ્કૃતના સંશોધન વિષયક, આ પૂરું કરું, પછી પેલું પૂરું કરું એવી લાલસા છે– કેટલાંક વરસથી એકઠી કરેલી સામગ્રી, માત્ર લોટ કે લુવો ન રહે અને રોટલી બને એવા લોભે, ઉપયોગી બને એવો પ્રયાસ છે. જો કે વધુ પડતો પરિશ્રમ ન પડે તેની ઘટતી સંભાળ રાખું છું.
તમને કેમ રહે છે ? મુલાકાતીઓ તો આવતા જ રહે. લેખનમાં શું ચાલે છે? કુંદનિકાબહેન મજામાં હશે. મુનિજીએ પોતે વલસાડથી વિહાર કરી ગયાનું લખ્યું છે. એમને સત્સંગનો જોગ થયો. મારું નાની વયનાં સંસ્મરણોનું પુસ્તક – “તે હિ નો દિવસઃ.' થોડા દિવસમાં આવી જશે. મેં તમને પહેલાં મુદ્રિત “એ ચાતુર્માસી ભાગવતકથા–વાળો લેખ મોકલ્યો હતો તરત જ તમને મોકલાવી આપીશ.
હ. ભાયાણીના નમસ્કાર
૨૧૮
સેતુબંધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org