Book Title: Setubandha
Author(s): H C Bhayani, Markand Dave
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
કાર્યક્રમોમાં સત્યપૂત અને આનંદવર્ધક સ૨વાણી વહેતી રાખવાની તેમના ૫૨ જવાબદારી છે. વ્યક્તિગત આત્મચૈતન્યની જાગૃતિ વિના સામાજિક ઉત્થાન શક્ય નથી. આ પવિત્ર કાર્ય પાછળ પોતાનું જીવન સમર્પે એવા અનુગામીઓ તૈયા૨ કરી દીવે દીવો ચેતાવતા રહેવાની આ એક દીક્ષા છે. તે અધ્યાપકે ‘દીપ્ત દીપ’ દીક્ષા છે.
નવાં સંગમતીર્થો
સંત-ઋષિ-સદન પ્રાચીન, મધ્યકાલીન તથા અર્વાચીન પદભજનવાણીનાં યથાતથ સ્વરૂપો જાળવતાં ‘મ્યુઝિયમો’ ઊભાં કરવા નથી માગતું પણ તેમાંથી જીવંત પ્રેરણા મેળવી નવાં સંગમ-તીર્થો રચવા માગે છે. આપણી અન્ય પ્રાન્તીય ભાષાઓમાં પણ આ પ્રવાહ શરૂ થાય, તેમની વચ્ચે આદાનપ્રદાનનો સેતુ બંધાય અને વિવિધતામાં ઐક્યનો અનુભવ કરાવતો ભારત-પ્રાણ ફરી જાગે એ જોવાની પણ તેની ઝંખના છે.
ભજન - સાધના
આપણે ત્યાં અનેક ભજન-ગાયકો છે, ગામે ગામ ભજન-મંડળીઓ ચાલે છે. ત્યારે નંદિગ્રામની ભજન-પ્રવૃત્તિ પાછળ કઈ ષ્ટિ રહી છે ? તેની વિશિષ્ટતા શામાં છે ?
આજે ભજનો જે રીતે ગવાય છે તેમાં ભજનના અસલી ઢાળની કે શબ્દોની શુદ્ધિ જળવાતી નથી અને ભજનોનું સાત્ત્વિક વાતાવરણ બંધાતું નથી. મોટે ભાગે તે સસ્તા મનોરંજનનું સાધન થઈ પડ્યું છે. ત્યારે સાચા અર્થમાં ભજનિકોની પરંપરા તૈયાર કરવા માટે ‘નંદિગ્રામ’ આટલું કરવા માગે છે.
નવા ભજનિકો માટે સંત સાહિત્યનો ઊંડો અને તુલનાત્મક અભ્યાસ. ભજનને અસલી ઢાળમાં ગાવાની તાલીમ.
ભજનમાં આવતા શબ્દે શબ્દની પરખ અને તેના મર્મનું જ્ઞાન. જે સંતનું ભજન ગવાતું હોય તેના જીવન વિષે માહિતી.
આપણું ભજન-સાહિત્ય વિશાળ છે, પણ તે બધું જ સાચું સોનું નથી, તેમાં મૂળ સંતને નામે પાછળથી રચનાઓ ચડી ગઈ છે અને જીવનનાં મૂલ્યોમાં પણ ઘણી ભેળસેળ થઈ ગઈ છે. ભજન-વાણી સાંભળી માણસ નમ્ર બને,
સેતુબંધ
Jain Education International
For Private & Personal Use Only
૨૩૭
www.jainelibrary.org