Book Title: Setubandha
Author(s): H C Bhayani, Markand Dave
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
અને સર્વને એકસૂત્રે પરોવશે.
ભજન-વાણી દ્વારા આપણાં આંતરિક તેમજ બાહ્ય પરિવર્તન માટેનું આ એક પગલું છે. ભજન-વાણી જેને ‘ગત્ય-ગંગા' કહે છે, તેવી ગતિમય, નિર્મળ જીવન-ગંગા સમાજમાં વહેતી કરવાની નંદિગ્રામ'ની મહેચ્છા છે અને એ માટે સહુએ સાથે મળી ભગીરથ પ્રયત્ન કરવો જોઈએ. ભજનવાણીને સંતોએ સાચનું પાણી પાયું છે અને નિર્ભયતાનો મજીઠી રંગ ચડાવ્યો છે. તેને જીવનમાં વણીશું તો પછી સર્વત્ર અમૃતથી ભર્યા ભરપૂર આનંદનો પાર નહીં રહે. કબીરના શબ્દોમાં :
‘આઠહૂં પહર મતવાલ લાગી રહૈ
આઠહૂં પહર કી છાક પીવૈ, આઠહૂં પહર મસ્તાન માતા રહે
બ્રહ્મ કી છૌલ મેં સાધ જીવૈ સાંચ હી કહતુ ઔ સાંચ હી ગહતું હૈ
કાંચ કો ત્યાગ કરિ સાચ લાગા કહૈ કબ્બીર યોં સાધ નિરભય હુઆ
જનમ ઔર મરનકા ભર્મ ભાગી.’
અભ્યાસક્રમ
આ સંસ્કૃતિ-કેન્દ્રમાં સમગ્ર અભ્યાસક્રમ ચાર મહિનાના ગાળામાં આવી લેવાશે. વિદ્યાર્થીઓ અને શિક્ષકોની અનુકૂળતા ધ્યાનમાં લઈ આ અભ્યાસક્રમ પહેલા વર્ષમાં બે મહિના અને બીજા વર્ષમાં બે મહિના એમ વિભાજિત કરવામાં આવ્યો છે. વર્ષ દરમિયાન રજાઓ મળી શકે એવા અનુકૂળ સમયે પહેલાં એક મહિનો અને ત્યાર બાદ બીજો એક મહિનો એ પ્રકારની સત્રવ્યવસ્થા રાખવામાં આવશે. આ વર્ગો નોકરી કરતી વ્યક્તિઓ, ખાસ કરીને શિક્ષકો કે અન્ય અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અનુલક્ષીને જન્માષ્ટમી કે દિવાળીની કે ઉનાળાની રજાઓ દરમિયાન યોજાશે. અભ્યાસક્રમ રોજના ૬ કલાકનો રહેશે. તેમાં ૪ કલાકની
સેતુબંધ
Jain Education International
For Private & Personal Use Only
૨૩૯
www.jainelibrary.org