Book Title: Setubandha
Author(s): H C Bhayani, Markand Dave
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
સહિષ્ણુ બને, શાંત બને, પણ તે દીનહીન કંગાલ તો ન જ બનાવો જોઈએ. સંતોની નમ્રતા તેમના આંતરિક પ્રતાપથી ઓછી નહોતી. સાચો સંત ભગવાનને ચરણે માથું નમાવે છે પણ સત્તા કે ધનની પાસે નમી પડતો નથી. એટલે નમ્રતા સાથે નિર્ભયતા અને સરળતા સાથે નિઃસ્પૃહતા તે ભજન દ્વારા પીવામાં આવતું જીવન રસાયણ છે. જેણે આ પ્યાલો પીધો તે પછી પામર રહેતો નથી. ‘સંદીપન' ભજન દ્વારા સમાજમાં આવું બળ ઊભું કરવા માગે છે.
ભજનોમાં સદ્ગુરુનો મોટો મહિમા ગાવામાં આવ્યો છે. પણ આ મહિમાને લીધે અનેક નામધારી ગુરુઓ ભોળા માનવીઓને ભરમાવતા હોય છે. તેથી સદ્ગુરુ કેવો હોય તે પહેલાં નાણી, પ્રમાણીને જ તેનાં વચનો ૫૨ વિશ્વાસ રાખવો જોઈએ. ‘વરતન જોઈ વસ્તુ વોરીએ'એ ભજનવાણીનો પહેલો પાઠ છે.
દેવને, ગુરુને, અતિથિને આપણું સર્વસ્વ આપવાનું ભજનો કહે છે, ત્યારે ત્યાં વિવેકને દેશવટો આપવાનો નથી. દેવ-દેવીને કોઈ પ્રાણીનો ભોગ ન જ અપાય. ગુરુની આજ્ઞા માનવામાં ક્યાંયે ચારિત્ર્યનું ખંડન ન જ ચાલે. અતિથિનો આદર-સત્કાર કરવામાં કચાશ ન રખાય પણ પોતાની શક્તિ ને મર્યાદાનું ઉલ્લંઘન ન જ થવું જોઈએ. ભજન માણસને અભય, સત્યનિષ્ઠ, સંયમ શીખવે છે, તેમાં જ્યાં કાંઈ અતિરેક થાય ત્યાં અધર્મ છે.
ભજનનાં બીજાં પણ ભયસ્થાનો છે. ભજનોને સાચી રીતે સમજવામાં ન આવે તો બ્રહ્મભાવને નામે અહમ્, ભગવાન પરના ભરોસાને સ્થાને અકર્મણ્ય, આળસ અને પરલોક સુધારવાને બહાને આ લોકનાં કર્તવ્યોમાંથી પલાયન-આવો સડો પેસી જવાનો ભય છે. એટલે જ ભજનિકોએ ભજનને રામરસાયન કહ્યું છે. એ બરાબર પીવામાં ન આવે તો કાચા પારાની જેમ ફૂટી નીકળે. લોકોને આ વિશે સજાગ કરવાની જરૂર છે.
ભજનિક આ સત્યને નજર સામે રાખીને ભજનો વહેતાં રાખશે, ભજનોને જીવતાં કરવા પ્રયત્ન કરશે. ભજન એક મોટું બળ છે. પણ તેનાથી તત્કાળ કોઈ મોટું પરિણામ આવતું નથી. તે ધીરે ધીરે અને સતત ઝીલવાની જિરવવાની અને જાગતા રહેવાની સાધના માગી લે છે. એ માટે નંદિગ્રામ આ કાર્યને સમર્પિત થયેલા ભજનિકો તૈયાર કરશે અને જ્યાં જ્યાં તેમને સાથ આપતાં ભજનિકો કે ભજન-મંડળીઓ હશે ત્યાં પહોંચી જશે, સહાયરૂપ થશે,
સેતુબંધ
૨૩૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org