Book Title: Setubandha
Author(s): H C Bhayani, Markand Dave
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
(૧૪૬)
૨૫-૧૧-'૯૮
નંદિગ્રામ આત્મીય ભાઈ,
ઘણા દિવસોથી તમને લખવાનું ઘોળાયા કરે છે. આજે વહેલી સવારે બેસી જ ગયો છું, નહીં તો વળી ઝોલો પડી જવાની બીક છે. મહેમાનો અને મુલાકાતી મિત્રોની આવન-જાવન સારી વધી ગઈ છે. તબિયત સારીએમના પુણ્યપ્રતાપે.
તમારી ગાડી પાટે ચઢી ગઈ તેથી આનંદ. હમણાં ઈ-સ્પીડ પકડતા નહીં. આપણે હજી ઘણાં તીરથ જાગતા કરવાનાં છે ને મુસાફરી લાંબી છે. એક તીરથની વારતા માંડું. પ્રમેશભાઈ પાટણ જવાના હતા. મેં તેમને હેમચન્દ્રને અગ્નિદાહ કે સમાધિ આપવામાં આવી હોય તે સ્થળ ખાસ જોઈ આવવાનું કહેલું. ઘણી મહેનત પછી તેમને પીર મખદૂમની દરગાહ પાસે જ આ સ્થાન છે એમ જાણવા મળ્યું. દરગાહના મુજાવરે તો એક કાળી શિલા બતાવી, જે મકબરાની અંદર જ હતી. ફારસીથી ભરપુર ઉર્દૂમાં આ જગ્યાનો ઇતિહાસ આપવામાં આવ્યો છે. તેમાં ક્યાંક ઘટનાનાં બીજ સાથે દંતકથાઓ કેવી રીતે વણાઈ જાય છે તેનો નમૂનો જોવા મળે છે. આ સાથે હેમચંદ્ર સાથે વણાયેલી દંતકથા–અથવા મુસ્લિમ માન્યતા જેટલો ભાગ ઝેરોક્સ કરી મોકલું છું. પીર મખદૂમ અને હેમચન્દ્રના સમયને ક્યાંય મેળ નથી પણ આ જગ્યાનો કબજો મેળવવા પ્રયત્ન થયો હોય એવું લાગે છે. બીજી બાબરી થાય એવો સ્ફોટક પદાર્થ છે.
કોઈ જોગી-જતિ, પીર-ઓલિયા કે સંત-મહંત આસપાસ મંત્ર-તંત્રની જાળ કેવી રીતે વણાય છે તેના દાખલા પણ આ પુસ્તિકામાં છે. તમને રસ પડે તો આની ઝેરોક્સ મોકલું. એક વિચિત્ર ઘટના તો એ છે કે એક જુવાનમાં, નામ ઉત્તમ, પીર મખદૂમનો આવેશ આવે છે. એને બે-એક વાર મળર્વાનું થયું છે. આ અભણ હિન્દુ છોકરો, જે રીતે ફારસી મંત્ર ભણે છે ને બોલે છે તે આશ્ચર્યકારક છે. પણ તમે પોતે આ જુઓ, સાંભળો, તપાસો ને પોતાનો નિર્ણય બાંધો એ જ મારે માટે મહત્ત્વનું છે. એ છોકરો અહીં નજીક વ્યારામાં જ છે. આવો જોગ ખાય તો નવું ખાતું ખૂલે. સેતુબંધ
૨૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org