Book Title: Setubandha
Author(s): H C Bhayani, Markand Dave
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
(૧૩૮)
આત્મીય ભાઈ,
પહેલી જ વાર તમારા પત્રમાં વિષાદ અને નિરર્થકતાની છાયા પડી. તમને સવેળા લખવાનો હતો પણ મારે ભાગે માંદગી નહીં તો મહેમાનોનાં મોજાં ઊછળતાં આવે છે. અત્યારે પોરો છે Full between two stormsએટલે હાથ ચડ્યું ટપાલિયું લઈ લખવા બેસી ગયો છું. આપણે એવા વાતાવરણમાં જીવવાનું આવ્યું છે કે વિષાદ ન થાય અને નિરર્થકતા ન લાગે તો જ નવાઈ. સાત્ત્વિક પ્રવૃત્તિમાં પણ વિઘાતક બળોનું જ ચડી વાગે છે. આપણા મનમાં ઊઠતા પ્રશ્નો : આ બધું શું કામ ? શા માટે ? અંતિમ અર્થ શો ? આપણને with drawal તરફ લઈ જાય. એ શક્તિનો હ્રાસ કરતી ઉદાસીનતા નહીં પણ વધુ શક્તિસંપન્ન થવાની શોધ બની જાય તો ? આપણે શરીરથી જીર્ણ થતાં જઇએ એ સાથે મન પણ ઢીલું પડવા લાગે ત્યારે જ અંદરના પાતાળ-ઝરાને પ્રગટ કરવાની વેળા આવે છે. કાળી રાતમાં ખળખળ વહેતું જીવનદાયી ઝરણું. મારી તો પ્રાર્થના છે કે આ વિષાદ, નિરર્થકતાની લાગણી આશીર્વાદ બની રહો.
૨૧૦
મને ઘણીવાર લાગ્યું છે કે મનથી સમજીએ, બુદ્ધિથી સ્વીકારીએ, દુનિયાની રીત આવી જ છે ને રહેશે તેવું સમાધાન કરી લઈએ પણ તેથી કાંટો જતો નથી. ‘યહ દુનિયા કાંટોકા ખેત, જવ લગ જીવૈ તબ લગ ચેત’ એ ગોરખવાણી ચેતવણી સાથે પણ ચેતના જગાડતી નથી. એ ચેતના આપણે જાતે જ જગાડવી રહી. જૈસી ધૂણી અતીત કી, જબ દેખો તબ આગ.’ અંગારા ઓલવાય નહીં ને રાખ ન વળી જાય આપણા પ્રાણાગ્નિ પર. પેલું મુક્તક જરા ચકમક ચેતાવી ગયું તેથી આનંદ. એ મેં ક્યાંય મોકલ્યું નથી. ચાલતી કલમે તમને લખી મોકલ્યું. ‘કવિલોક' કે તમને ગમે ત્યાં મોકલી આપશો. મારા મનમાં તો એક જ પ્રાર્થના રમ્યા કરે છે કે તમારો સ્વાભાવિક આનંદરસ છલકતો રહે. તમારી સૌન્દર્ય-દૃષ્ટિ આ ધૂળ-રાખ-પાપના ઢગલાને ભેદી નવાં, તાજાં કિરણો વીણી લાવે. એક ભજન :
Jain Education International
૧૭-જૂન-’૯૮ નંદિગ્રામ
ધૂળ કા ઢગામાં યે જ્યોત જલત રૈ મિટ્યો અંધિયારો અંતર કો.'
For Private & Personal Use Only
(રિવ)
સેતુબંધ
www.jainelibrary.org