Book Title: Setubandha
Author(s): H C Bhayani, Markand Dave
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
આ પત્ર મળશે ત્યારે તમે એકદમ તાજા થઈ ગયા હશો, બળબળતા વૈશાખમાં ખીલતા ગુલમહોરી ફૂલ જેવા :
“સબે ભલ્લા માસડા, પણ વૈસાહ ન તુલ્લ
જો દવિ દીધાં રૂખડાં, તીણ માથઈ ફુલ્લ.' હા, મુનિશ્રી શીલચન્દ્રવિજય શિષ્યો સાથે આવી ગયા. બે દિવસ ગોઠડિયું માણી–ગાલડિયું ગૂઢારથ જર્યું.' કોઈ વાર તમે આવી ચડશો એવી આશા ઊંડે ઊંડે રાખી બેઠો છું. આવવા માટે આ જરા કોરી જગ્યા એટલે કહેતાં સંકોચ થાય. પણ આવ્યા પછી આણંદ પરમાણંદ. વનરાજ ભાટિયાની કેસેટ અહીં હતી. ઇશાએ એક મિત્રને ભેટ આપી. ચાલો ત્યારે. શાકુન્તલના છઠ્ઠા અંકનું મેટર રમણભાઈને મોકલી આપ્યું. કુશળતા ઇચ્છું છું.
મકરન્દ્ર
સેતુબંધ
૨ ૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org