Book Title: Setubandha
Author(s): H C Bhayani, Markand Dave
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
(૧૨૪)
તા. ૪-૧૦-૯૭ મકરન્દભાઈ,
તમારો ૩૧/૯નો પત્ર આજે મળ્યો. ટપાલખાતામાં સુધારો થતો લાગે છે, મુંબઈનો પત્ર હમણાં મને સાત દિવસે મળ્યો હતો !
તમારા ૩૧/૮ના પત્રનો હજી પણ ઉત્તર ન આપ્યાનું મનમાં ખટક્યા કરતું હતું, ત્યાં તો બીજો પત્ર મળ્યો. આજે ઘણો અવકાશ મળ્યો છે એટલે તેથી જ લખવા બેઠો છું.
તમારા આ પત્રમાં બે ત્રણ બડી ખુશીના સમાચાર છે. ખિન્નકર ઘટનાઓ અને સમાચારોની વચ્ચે પ્રસન્નકર પણ બનતી – હોય છે, હોય છે, પણ કેટલીક વાર આપણી જાણબહાર રહે છે. ગુજરાત સાહિત્ય અકાદમીએ તમારું સંમાન કરવાનું ઠરાવ્યું તેથી મારો પણ “અહં સ્વલ્પ પોષાયો : હું બે ત્રણ વરસથી ભલામણ કરતો હતો. તમે સ્વીકાર કર્યો તેથી રાજી થયો. આવી બાબતમાં તમારી નિઃસ્પૃહતા અને વિવેકદષ્ટિ સ્વભાવસહજ હોઈને તમારો પ્રત્યુત્તર બધી રીતે ઉચિત જ હોવાનો. મારે એમાં કશું જોવાનું-કહેવાનું ન હોય- હા, જાણવાનું, સંતો-ભક્તોનાં વચનોના ઉત્તર-પૂંભડાના લસરકા, આસ્વાદવાનું જરૂર થાય.
બીજા આનંદના સમાચાર તમે ત્યાંના લોકકાર્યમાં “ગોપુરની યોજના અમલમાં મૂકી છે. ભાષા, સાહિત્ય, કલા, આચાર-સંસ્કાર – આ બધામાં લોકપ્રવાહમાંથી આપણા- “ઉચ્ચ', “ભદ્ર' જે કહીએ તે- વર્ગને પોષણ મળતું રહે તો જ તેનું ચૈતન્ય સતેજ રહે – આવી આપલેની આપણી યુગો જૂની પરંપરા છે, અને જયારે જયારે એ સંબંધ ખખડી ગયો છે, ત્યારે ત્યારે સંસ્કારપરંપરામાં હાસનો-કળિયુગ'નો ઓછાયો પડ્યો છે. તમને, કુંદનિકાબહેનને અભિનંદન. ઘટતી જાણકારીનો લાભ મળ્યાથી તે પ્રવૃત્તિ જરૂર ફૂલશેફાલશે.
તમે બંને પત્રોમાં શબ્દપ્રયોગના મર્મ વિશે તમને વિચાર આવ્યા તે ટપકાવ્યા છે. તે વિશે ટૂંકમાં : “ભદ્ર તે' રામાયણમાં અનેક સંદર્ભોમાં વક્તાના વાક્યને તોડીને વચ્ચે આવે છે, એટલે તે એક “ખમ્મા તને, તમને' એ પ્રકારની શુભાશિષવાચી રૂઢોક્તિ હોવા બાબત કશી શંકા નથી. હા, કોઈ સંદર્ભમાં તે ૧૯૦
સેતુબંધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org