Book Title: Setubandha
Author(s): H C Bhayani, Markand Dave
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
(૧૨૩)
૩૧-૯-૯૭
નંદિગ્રામ આત્મીય ભાઈ,
ભરતભાઈએ આપણા પત્રોની ઝેરોક્સ કરાવી મોકલી આપી છે. ક્યાંક શબ્દો ઊઠ્યા નથી તે મૂળ સાથે સરખાવી જોવા પડશે એમ લખે છે. હિમાંશીબહેન સાથે વાત થઈ, એણે સંપાદન કરવાનું સ્વીકાર્યું છે. હવે આપણે ભાગે ત્યારે સેતુબંધ'નો કોન્ટેક્ટ આપવાનું જ રહ્યું. મારે તો નફો હરિના નામનો.
હમણાં સારા એવા દિવસો કામકાજમાં ગયા, તમને સમાચાર મળ્યા હશે કે ગુજરાત સાહિત્ય અકાદમીએ મારું સન્માન કરવાનું નક્કી કર્યું છે, મૂર્ધન્ય સાહિત્યકાર તરીકે. આપણે તો આવે તેનો આદર કરવાનું અને આઘની આશા નહીં, એવું રાખ્યું છે. સન્માનની હા લખી નાખી. પણ સભા-સમારંભ મારે માટે શક્ય નથી એ જણાવ્યું છે. મૂર્ધન્ય એટલે શું? આ વિચારણા ચાલી અને એ વિષે એક લાંબો લેખ લખ્યો. તમને વંચાવવાનું અને સલાહ-સૂચન મેળવવાનું મન છે. મને થાય છે કે સન્માન પ્રસંગે આ લેખ પ્રત્યુત્તર તરીકે પ્રગટ કરું. અગાઉથી પાંચ સો નકલ છપાવવા ધારું છું. લેખનું મથાળું બાંધ્યું : “સિદ્ધ સારસ્વતોને પગલે', પેટા-મથાળુ અર્જુન ભગતની પંક્તિ : “શબદ મેં જિનકું ખબર પડી.' મહાદેવભાઈએ અર્જુન ભગતની વાણી'નું સંપાદન કર્યું છે. એ રણછોડના શિષ્ય, નિરાંત પરંપરાના. ઘણા વખત પહેલાં વાંચેલી એની ભજન પંક્તિઓ યાદ છે.
‘નંદિગ્રામમાં એક નવો પ્રવાહ વહી આવ્યો. ગાયને કેન્દ્રમાં રાખી ગોપુરની યોજના અમલમાં મૂકી. એ વિષે છાપામાં કદાચ વાંચ્યું હશે. પેલી બીજ માવડી' વાળી કહેવત બધાને બહુ જ ગમી. સર્વોદય કાર્યકર્તાઓએ જવાબદારી ઉપાડી છે એટલે અમારા પર ખાસ ભાર નથી. બે શિબિરોમાં પંદરેક મિત્રોએ ભાગ લીધો. મેં ‘ગોવિદ્યા' વિષે ગદ્ય-પદ્યમાં વિદ્યા પાઠે એવું લખી આપ્યું. એકસેલ ઇન્ડ.વાળા કાન્તિસેનભાઈ પાસે વૈજ્ઞાનિક તેમજ આર્થિક પાસાંને આવરી લેતી દષ્ટિ છે : યોજક પણ એવા જ કુશળ. અહીં પ્રયોગ સફળ થાય તો ખેડૂને જમીન પર સ્થિર કરે ને સમૃદ્ધ પણ કરે એવી દિશા ખૂલે એવું છે. ૧૮૮
સેતુબંધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org