Book Title: Setubandha
Author(s): H C Bhayani, Markand Dave
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
(૧૨૯)
૩૧-૩-૯૮
નંદિગ્રામ આત્મીય ભાઈ,
ભાઈ પીયૂષ પંડ્યાએ સમાચાર આપ્યા કે તમારી તબીઅત સારી નથી. ભરતભાઈ અને હેમંત દેસાઈ દ્વારા ખબર મેળવવા ફોન કર્યો. હવે સારું છે ને ઘરમાં હરોફરો છો એ જાણી નચિંત થયો. પ્રાર્થના કરું છું કે જલદી સાજા-તાજા થઈ પૂર-બહાર વિહરો.
મારી દંતકથામાં હજી થોડું દંત-શૂળ બાકી છે. એનો ઉપાય ચાલે છે. આપણે મુંબઈ મળ્યા એનો આનંદ વાગોળું છું, મારું પુસ્તક “ધુમ્મસને પેલે પાર' તમને થોડા દિવસોમાં મળશે. વખત મળે ત્યારે નજર નાખી જશો. તમારાથી આજ લગણ છાનું રાખેલું અર્પણ ખૂલું પડશે. ચન્દ્રકળાબહેનને વંદન. ઇશા સ્નેહવંદન પાઠવે છે. તબીઅત જાળવશો.
મકરન્દ
સેતુબંધ
૧૯૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org