Book Title: Setubandha
Author(s): H C Bhayani, Markand Dave
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
૨૦૦
(૧૩૦)
મકરન્દભાઈ,
તમારી પ્રસાદી મને મળી રહી છે એ ખુશીસમાચાર મળ્યા. તમારો દંતયજ્ઞ હજી પૂરો નથી થયો. જૈનો કહે છે તેમ હજી એને લગતાં થોડાંક કર્મ ‘ખપાવવાં’ બાકી હશે ! મારી ઘણીખરી દાઢો અને મોટા ભાગનાં દાંત અરધા અરધાં તૂટી ગયાં છે, પણ દંતમેધ કરાવવા તેના ઋત્વિજથી હજી તો હું બચ્યો છું – દુખાવો થતો નથી, અને કઠણ ન હોય એવું ચવાય છે. આ સદ્ભાગ્ય જેટલું ટકે તેટલું ખરું. તબિયત સુધરી રહી છે. બી.પી.ની ટીકડી રોજ ગળું છું તેથી અંકુશમાં છે. ચાલુ ખોરાક લેવાય છે. હાલતાંચાલતાં ગબડવાનો ડર ઓછો થયો છે. હજી ખાડાટેકરા જોખમી છે, પણ અહીં આવ્યા પછી સંશોધનકામ ચારેક કલાક ચાલે છે. થાક નથી લાગતો. ગઈ કાલે અહીં પ્રદ્યુમ્નસૂરિજી છે તેમને મળવા જવા પહેલીવાર બહાર નીકળ્યો, અને થોડોક આત્મવિશ્વાસ વધ્યો. ટેકો કે લાકડી રાખવી પડશે એવો ડર મનમાં હતો, તે રાખવા નહીં પડે એમ લાગે છે. ૧૧મી મેએ મુંબઈ જઈએ છીએ–ત્રણેક અઠવાડિયા માટે. ચંદ્રકળા મજામાં છે. કુંદનિકાબહેનને યાદ.
Jain Education International
અમદાવાદ
તા. ૪-૪૮
For Private & Personal Use Only
હ. ભાયાણીના નમસ્કાર
સેતુબંધ
www.jainelibrary.org