Book Title: Setubandha
Author(s): H C Bhayani, Markand Dave
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
(૧૨૨)
મકરન્દ્રભાઈ,
‘ઉદ્દેશ’માંનું લલિતા સ.ના. નું તમારું પુરોવચન' સરળ, સરસ રીતે મર્મ પ્રગટ કરી આપે છે. વાણીનો વિસ્તાર વૈખરીથી પરા સુધીનો છે એ વાત તેમાં સહેજે વણાઈ ગઈ છે. તો પણ, વિષ્ણુસહસ્રનામ, શિવસહસ્રનામ, દેવીસહસ્રનામ, જિનસહસ્રનામ એવી પરંપરા ચાલી છે. અને તેમાં સેંકડો શબ્દોના તાણીખેંચીને અર્થ કરાયા છે તેમાં ભારોભાર પ્રશસ્તિ અને ગતાનુગતિક શ્રદ્ધાનું તત્ત્વ, યાંત્રિકતા મૂળ ભાવનાને ભૂંસવાનું કરે છે. જો કે આ તો કાંઠે ઊભીને જોનારની છાપ છે, માંહી પડીને મહાસુખ માણનારની નહીં.
સેતુબંધ
હમણાં જ રાજેન્દ્ર શુક્લ તદ્દન અણધાર્યા ડોકાઈ ગયા- એક શેર સંભળાવ્યો તે કાંઈક આવા અર્થનો હતો : તું ભીતરના ગિરનારની ગુફા, ખીણો, કંદરા ઢૂંઢ્યા કર : ક્યાંક કોઈ ધૂણો ધખતો હશે.
હ. ભાયાણીના નમસ્કાર
Jain Education International
૨૫-૮-૯૭
For Private & Personal Use Only
૧૮૭
www.jainelibrary.org