Book Title: Setubandha
Author(s): H C Bhayani, Markand Dave
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
ચાલો, ‘ઉદ્દેશ’ના એ જ અંકમાં ‘લલિતા સહસ્રનામ' પર નજર ફેરવી હશે. ‘વિષ્ણુસહસ્ર નામ'નું થયું એટલું મોટું થોથું થાય એમ છે. ઘણું બધું પડ્યું છે. કોઈ હિરનો લાલ કે હૈયાફૂટ્યો આવશે એ ધૂળ ખંખેરી ધાન જેવું કરી આપશે. આમ તો વહેતી ગંગામાં નાહ્યા એટલું પુણ્ય છે.
તમારી તબિયત સારી છે. (હમણાં). ‘સારી હશે’ ને બદલે ‘છે’ની જ છાપ પાડી દીધી. ખુદાતાલા એને મંજૂર કરે. ગાલિબની યાદ : ‘કિસ્મત બૂરી સહી પે તબીઅત બૂરી નહી, હૈ શુક્ર કી જગહ કે શિકાયત નહી મુઝે.' ચંદ્રકળાબહેનને વંદન.
૧૮૬
Jain Education International
For Private & Personal Use Only
મકરન્દ
સેતુબંધ
www.jainelibrary.org