Book Title: Setubandha
Author(s): H C Bhayani, Markand Dave
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
મારું મન કેડો છોડતું નથી કે ભદ્રાન્ત, ભદ્રત્ત જેવો કોઈ શબ્દ-સિક્કો પાડવામાં આવ્યો હશે ? જેમ મહાત્ત અને મહત્ત વપરાય છે તેમ ? રામાનંદ સંપ્રદાયનું એક સામયિક આવે છે તેમાં “મહન્ત' માટે મહાન્ત' લખેલું હોય છે. અહીં મહત્ત Excellent in Greatness છે, એ બ્રાહ્મણ પરંપરાનું મહત્તમ પદ. એવી જ રીતે ભદન્ત-એ Excellent in Greatness એ બૌદ્ધ પરંપરાનું વિશેષપદ સૂચવતું હોય. વિક્રમાદિત્ય અને શીલાદિત્યમાં તો એ સ્પષ્ટ જોઈ શકાય છે. પેલા Excellent, Great/and Goodમાં “આપણા રામને” “અરસપરસ' અભેદ જેવું થઈ ગયું. પણ મહાન્ત અને ભદ્રાન્ત જેવા બે ફાંટા પડ્યા હશે ? બૌદ્ધો પ્રત્યે સામાન્ય લોકોનો એટલો તો રોષ ભભૂકી ઉઠ્યો હશે કે એમાંથી “ભદ્દો” નીપજી આવ્યું લાગે છે. બૌદ્ધો ઉપરથી શું બોદો–એ રીતે આવ્યું હશે ? પાલીતાણા પાસે “બોદાનો નેસ” નામે જગ્યા છે એ બૌદ્ધોનો વિહાર હશે. બૌદ્ધ ધર્મ કેવી રીતે નાશ પામ્યો એ વિચારણા માગી લે. પણ એમના પ્રત્યેનો તિરસ્કાર સામાન્ય જનતામાં વ્યાપી ગયો હશે તે ભાષામાં ઊતરી આવ્યો છે. જૈનો પ્રત્યે આવો તિરસ્કાર નથી પણ જૈન યતિઓ સામે પૂરી નફરત છે. તમે એક કહેવત સાંભળી હશે :
ચાંચડ માંકડ જૂ ને જતિ, એને મારવામાં પાપ જ નથી
બૌદ્ધ સાધ્વીઓનો એક વર્ગ પોતાના પ્રત્યે કોઈને મોહ ન થાય એટલા માટે નાકનું છેદન કરી નાખતો. આ છિન્ન-નાસિકા'માંથી જ “છિનાળ’ આવ્યો હશે ? મારું ‘બુતું આમાં હાલતું નથી એ પણ બુદ્ધ બાબુની યાદ અપાવવા માટે ? તમે વધુ જાણો.
“ઉદ્દેશમાં નિસિમ ઈઝેઅિલનું બયાન સહુ સર્જકોની આત્મવાણી જેવું છે. કાગળને કોરે મૂકી નંદિગ્રામની ધરતી ખેડવાનું માથે લીધું ત્યારથી આ હળ હાંકવું કેટલું કઠિન છે તેનો ખ્યાલ આવી ગયો. માલિકની મહેરબાની કે ટકી શક્યાં ને વળી કાંઈક જીવ જેવું ઉગાડી શક્યાં. એમાં મારા કરતાં ઇશાનો ફાળો ઘણોબધો વધારે. મારો તો વેરાગીનો જીવ એટલે જહન્નમમાં જાય આવી માયાજાળ કહી ધૂળ ખંખેરી ચાલતો થાઉં. પણ વળી જવાબદારીનું ભાન જગાડે એટલે બથોડાં લઉં. અંદર સાધુ ને સિપાઈ વચ્ચે જે સંગ્રામ ચાલુ છે એ કોને કહું? જવા દો. ઈઝકિઅલનું મનોમંથન આપણા બૌદ્ધકોને ગળે ઊતરશે ? મેઘાણીને આ જંગમાં પૂરા ઊતરતા મેં જોયા છે.
સેતુબંધ
૧૮૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org