Book Title: Setubandha
Author(s): H C Bhayani, Markand Dave
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
(૧૨૬)
આત્મીય ભાઈ,
તમારા ૧૩-૧૧-૯૭ના પત્રનો જવાબ છેક આજે લખવા બેઠો છું. ૭૫મું નિર્વિઘ્ને પતી ગયું એનો સંતોષ. પેલું વક્તવ્ય વાંચવામાં આવ્યું હશે. આપણે ત્યાં છાપભૂલો ન હોય તો જ નવાઇ. ઉતાવળે થયું પણ સમય સચવાઈ ગયો. મિત્રોના પ્રેમનું મોજું મનને ભીંજવી ગયું. આ દૃશ્ય, મર્ત્ય જગતમાં બીજી કોઈ કમાણી હશે કે નહીં પણ પ્રેમ-પદારથ તો મહા મૂલ્યવાન છે; અમૃતે ય ક્યાંક ઓછું અંકાય એમ લાગે છે.
હમણાં જ વાંચ્યું કે મફત ઓઝાનું અવસાન થયું. અને થોડા સમય પહેલાં જ આપણા ઘરની ઓસરીમાં અમે બેઠક જમાવી હતી. ‘કવિલોક'માં એમણે લખેલું સ્મરણ વાંચ્યું. એક સાધુરામ કહેતા :
૧૯૪
‘ચલાચલી કે ખેલ મેં
Jain Education International
૫-૧-'૯૮
નંદિગ્રામ
ભલાભલી કર લે !'
આટલી સાદી વાત સમજાઈ જાય તો એટલી ‘મારા મારી' અટકે. પણ મોટા ભાગના માણસો પ્રકૃતિના માર્યા પરવશ બનીને ખેંચાઈ જતા હોય ત્યાં મારફાડ અટકે શી રીતે ? આપણે ભાગે આવ્યું એટલું વહેંચી-કારવી રવના થઈ જવું. અવાર-નવાર તમારા ‘ચર્ચાપદો'ના ચંક્રમણ પર આંટા-ફેરા મારું છું. સંસ્કૃતહોવાથી અર્થ સમજવામાં સહેલું પડે છે. ‘યઃ ભાવયતિ મનઃ ભાવનાભિઃ સઃ પરં સાધતિ કાર્યમ્' ઇતિ અલમ્.
મારા મિત્ર ઇન્દુભાઈ શાહ હમણાં કાશી જઈ આવ્યા. શ્રી વ્રજવલ્લભ દ્વિવેદીને મળ્યા હતા. એ ગુજરાતમાં આવવાના છે ને નંદિગ્રામ આવશે એવી વાત થઈ હતી. મૂળ એ ગુજરાતી પણ શ્રી ગોપીનાથ કવિરાજે તેમને રોકી પાડ્યા. કવિરાજ મહાવિદ્વાન પણ ગુરુ ગંધબાબાના ‘વિજ્ઞાન’માં ક્યાંક થાપ ખાઈ ગયા લાગે છે. આવું કેમ બનતું હશે ? આ પૃથ્વીની ધૂળ અને ધૂળના મહિમાને બહુ આદરથી જાળવવાં જેવાં છે. ભાઈ, આની અવગણના થતી ક્યાંક જોઉં છું ત્યારે અધ્યાત્મના માર્ક કપાઈ જાય છે. ચાલો, હિર ઇચ્છા.
For Private & Personal Use Only
સેતુબંધ
www.jainelibrary.org