Book Title: Setubandha
Author(s): H C Bhayani, Markand Dave
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
―
થઈ જશે. ૧૦મીએ ચારપાંચ પુસ્તકનું ‘વિમોચન’ રાખ્યું છે – સૌની સાથે વહુ પણ જોડાઈ ગઈ એવો આક્ષેપ વહોરીને પણ. ચાલુ વિદ્યાકાર્યનો વિદ્યારસિકોને એ બહાને પરિચય મળે. લોભને થોભ નથી. બાકી કેટલુંક કામ હજી અધૂરું છે– અરધું છપાય છે, અરધું તૈયાર કરીને આપવાનું છે. તે માટે એકાદ વરસ તો આપવું જ પડશે; અત્યારે આરોગ્યના ગ્રહો અવળા ચાલે છે. તમારાં સત્કર્મોએ - જીવનકાર્ય અને સ્નેહપૂર્ણ સ્વભાવને પ્રભાવે તો ખરું જ સન્નિષ્ઠ અને ભક્તિભાવી સહાયકો તમારો બોજો હળવો કરે જ એવા છે કે ‘એકલા ચાલો'નું રટણ જ કરવું પડે.
જોર કર્યું એટલે છે. મારા વિષયો
‘દોહગીતિકોશ-ચર્યાગીતિકોશ'ની નકલ ભરતભાઈને કહીને તમને પહોંચાડવાનું ગોઠવું છું. ‘બારખરકક્ક' ટપાલથી મોકલીશ- ‘અનુસંધાન’ - ૧૦ પણ. કુંદનિકાબહેનને નમસ્કાર. ચંદ્રકળાનું ઉમર પ્રમાણે ઠીક ચાલે છે. ઘરનો બધો ભાર એ સંભાળે છે. મુંબઈથી ઉત્પલ સપરિવાર દિવાળીમાં અઠવાડિયું સાથે રહેવા આવનાર છે.
ભાઈ સુરેશ દલાલે પ્રોસ્ટેટનું ઑપરેશન કરાવ્યું અને હવે થોડા દિવસમાં હરતાફરતા થશે.
૧૯૨
Jain Education International
હ. ભાયાણીના નમસ્કાર
For Private & Personal Use Only
સેતુબંધ
www.jainelibrary.org