Book Title: Setubandha
Author(s): H C Bhayani, Markand Dave
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
(૧૦૯)
મકરન્દભાઈ,
અમે ૧૭મીએ મુંબઈ આવ્યા. ઉત્પલ સાથે ૧૫મી જૂન સુધી રહીશું. મારો આગળનો પત્ર મળ્યો હશે. અહીં મને હમણાં જાણવા મળ્યું કે ભાઈ દામુ ઝવેરી તમારાં ૭૫ વરસ પૂરાં થયાં તે નિમિત્તે એક સમારંભ યોજવા સક્રિય રીતે વિચારી રહ્યા છે. તમારું સમ્માન જેટલું થાય તેને હું અંગત રીતે તો ઓછું જ ગણું, અને કરનાર વ્યક્તિ કે સંસ્થા માટે તે ગૌરવપ્રદ છે. પણ મુંબઈના આવા સમારંભો ઘણા થકવી નાખે તેવા હોય છે. આ બાબતમાં તમે તથા કુંદનિકાબહેન જાગ્રત છો જ અને તમારી હાલની શારીરિક તથા માનસિક પરિસ્થિતિને અને પ્રકૃતિને અનુરૂપ જે કાંઈ નિર્ણય લેવો ઠીક લાગે તે લેશો, તો પણ મારા જેવાને આ અંગે ચિંતા રહે. જો આ પ્રકા૨નો સમારંભ દામુભાઈ નંદિગ્રામમાં ગોઠવી શકે, તો તમને ઓછો પરિશ્રમ પડે અને મુંબઈ જેવા મહાનગરની ભારે જંજાળધમાલથી બચી જવાય. આ તો, સાંભળતાં મને જે મનમાં લાગ્યું તે તમને જણાવું છું.
સેતુબંધ
અમદાવાદથી હું નીકળ્યો તે પહેલાં ભાઈ હસમુખ પાઠક તેમણે કરેલ ‘કૃષ્ણકર્ણામૃત’નો અનુવાદ બતાવવા આવ્યા હતા. તે નિરાંતે જોઈ શકાય તે માટે મેં જૂન ૧૫ પછી મોકલવા તેમને કહ્યું છે. મારા ‘દોહાકોશ’ અને ‘ચર્યાગીતિ’નાં પાઠ સુધારણા અને અનુવાદની પુસ્તિકાનાં પ્રૂફ તપાસવાનું કામ ચાલે છે. શબ્દાર્થ પૂરતો જ પ્રયાસ મર્યાદિત છે. આધ્યાત્મિક અર્થ મુનિદત્તે સવિસ્તર આપેલ છે, અને નોર્વેના વિદ્વાન KnaernI એ તેમના સંપાદનમાં તેનો સમાવેશ કરેલ છે. કુશળ હશો. મારી નબળાઈ ઘણી ઓછી થઈ ગઈ છે, પણ હજી થોડુંક ચાલતાં પગ થાકે છે.
Jain Education International
મુંબઈ
તા. ૨૬-૫-૯૭
હ. ભાયાણીના નમસ્કાર
For Private & Personal Use Only
૧૬૫
www.jainelibrary.org