Book Title: Setubandha
Author(s): H C Bhayani, Markand Dave
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
કામની ભાષા હોવા છતાં, વાત પ્રેમની છે તે સ્થાને સ્થાને દર્શાવ્યું છે. ગુજરાતી પાઠકોને કૃષ્ણકર્ણામૃત'નું કવિત્વ અને ભક્તિભાવ માણવાની
તેમણે ભક્તિભાવે અનુકૂળતા કરી આપી છે. ૬. તમારાં કાવ્યોનો સમગ્રતાથી સંગ્રહ કરવાના કામમાં તમે પ્રગતિ કરી છે
તે જાણી રાજી થયો. મુંબઈ ભાઈ સુરેશને મળવાનું થયું હશે. જલદી તેનું પ્રકાશન થવું ઘટે. “શ્રુતિ, યુક્તિ, અનુભૂતિ- ત્રણે એકતાર નથી થતાં ત્યાં અંદરથી અજવાળું થતું હોય તો પણ કલમ થંભી જાય છે” એ કેટલી બધી મોટી વાત કહી ! જો કે તમારા સમગ્ર લખાણ અને વ્યવહારમાં એની પ્રતીતિ સહેજે થાય છે. ધાર્મિક-આધ્યાત્મિક પરંપરાઓના ચેતનનો ક્રમેક્રમે બ્રાસ થાય અને અનુયાયીઓ ગાદીપતિ કે અંધશ્રદ્ધાળુ પૂજકો બની રહે એ જાણીતો ઇતિહાસ છે. સુંદરમે આધ્યાત્મિક માર્ગદર્શકની પોતાની શોધને લગતો લેખ મહાત્માઓમાં મતભેદ– અરવિંદ આશ્રમમાં જોડાયા પહેલાં જે લખેલો તે મને યાદ છે. એટલે જ્યારે તેમના સ્મલન વિશે–પહેલાં બહેનની આપધાતની કરુણતા વિશે મેં જાણ્યું ત્યારે જેટલો આઘાત ન લાગ્યો તેટલો વિષાદ થયો. “કાંચન અને કામિની'થી સાધક કે આચાર્ય અલિપ્ત હોવાની, હૈયા ઉકલતથી લોકોએ સ્થાપેલી મર્યાદા ઘણી સંગીન છે : તે પછી પણ સુંદરમ્ શ્રદ્ધાળુ મળે ત્યારે તેની આંખમાં આંખ સ્થિર રાખી “શક્તિપાત’ કરતા હતા તે પણ જોતાં મારા જેવાને શલ્યની જેમ ખૂંચતું (આ સુંદરમ્ વિશે કશા વ્યક્તિગત ગમાઅણગમા કે નિંદાપ્રશંસાની વાત નથી કે તમે સહેજે જોશો). પણ “ગુરુવાદ'નું – ગુરુ સર્વાસર્વ હોવાની ભાવનાનું, તાત્પર્ય ઉપેક્ષિત થવાનું આ પરિણામ છે. બુદ્ધિવાદનો, તમે નિર્દિષ્ટ કર્યો તેવા વિચારકોનો ધર્મ-અધ્યાત્મના કૃતક આચારવિચારથી બચાવવામાં મોટો
ફાળો છે. ૮. તમે કૃષ્ણના અવસાન પછી અર્જુનની વિરહદશાને લગતું ટાંચણ આપ્યું,
તેથી મેં એ નિમિત્તે મૌસલપર્વનો ૯ મા અધ્યાયમાંનો એ સંદર્ભ જોયો. અર્જુન કૃષ્ણને મેધવપુ: કહે છે તેથી ભાગવતની બ્રહ્મસ્તુતિમાં (નૌમી તેડબ્રેવપુષે તડિતંવરીય) પ્રવપુષે નું સ્મરણ થયું ! વ્યાસ અર્જુનને જે આશ્વાસન આપે છે તેમાં ભવિતવ્યતા ઉપર અને વિશેષ કાલના સાર્વત્રિક
૧૭૨
સેતુબંધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org