Book Title: Setubandha
Author(s): H C Bhayani, Markand Dave
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
બૌદ્ધ કાન્હા અને નાથયોગી કાનિફ એક જ વ્યક્તિ છે એવું અનુભવમાં આવ્યું હોવા છતાં એને મૂળ વાણીના આધાર વિના વ્યક્ત કરવાનું ટાળું છું. એ મારી અંગત લાગણી થઈ. સહુ કને એની માગણી કરી ન શકાય. ઉપરાંત કાન્ડપા એક સાધનાપથ પણ પ્રગટ કરે છે એ તો વાચન-મનન કરતાં નિરાળો પ્રદેશ છે. એને અનુસંધાને કપાલતંત્ર, “કપાલે કુંડલાકારા' ચિશક્તિ, એના દ્વારા ઊઘડતાં જ્ઞાન-વિજ્ઞાનનાં ક્ષેત્રો – આ બધું જ પ્રયોગશાળામાં સાવધાનીથી સાક્ષાત્કાર કરવાનું સાધન છે. જેને ભાષાની કે અનુભવની ભ્રમણામાં નથી રહેવું એને માટે તો કઠિન તપસ્યા જેવું જ આ કાર્ય છે. ઉપરના પદનો સાચો કે નિકટતમ સાચો પાઠ તમે કરી આપો એનાથી વિશેષ મારા અજવાળાને મહત્ત્વ નથી– એ મારે માટે અંગત યાત્રામાં ભલે અજવાળું રહ્યું. વિદ્યાના ક્ષેત્રમાં એનું મૂલ્ય તો સમગ્ર જીવનનું વિ– to know, સાથે વિદ્- to exist નો તાલ મળે ત્યારે જ આંકી શકાય. “Man is the measure of all things.”
કાપા કે કૃષ્ણપાદ જેવું જ મારે મંજુશ્રી કે મંજુઘોષ વિષે બન્યું છે. મંજુઘોષ કુમારભૂત બોધિસત્ત્વ અને મંજુઘોષ ભૈરવ, થોડી ઉપાસનાની પદ્ધતિ બાદ કરતાં એક જ ઉપાસ્ય એવી મારી અનુભૂતિ છે. મંજુશ્રીની એક સુંદર મૂર્તિ મારા ધ્યાન અને મંત્રજપનું કેન્દ્ર બની હતી. એનાથી મને અબ્દુલ અઝીઝનો મેળાપ થયો. મંજુશ્રીના અનન્ય ઉપાસક દ્વારા કેટલુંક સાહિત્ય મળ્યું. મૂળ તિબેટી ભાષામાંથી અંગ્રેજી અનુવાદનાં પુસ્તકો વધુ ઊંડો અભ્યાસ કરવા પ્રેરે છે, સાથે પેલા ધ્યાનનો દોર છૂટતો નથી. એ ચિત્તને અત્યંત વિલક્ષણ સ્થિતિમાં લઈ જાય છે. પણ વળી, એના પર જ મદાર બાંધીને કશા નિર્ણય પર ભાર મૂકવાનું મન થતું નથી. ઊલટું વધુ ને વધુ નિર્ભર ને નિરાગ્રહી બનતું જાય છે. મનમાં થાય : ક્યાંક અંતઃસ્ફરસ અને બુદ્ધિયોગનું યુગનદ્ધ સ્વરૂપ જોવા મળે ? ક્યાં ? બુદ્ધિગમ્ય નહીં તો બુદ્ધિમાન્ય અંત:પ્રજ્ઞાનો દરવાજો ઊઘડી શકે? મારું આ મંથન બિનંગત અને મધ્યસ્થ, પક્ષપાત રહિત દર્શન પામવા માટે છે. એક મિત્ર આવ્યા છે. આ પત્ર, કાન્હપાના પદના ઝેરોક્સ સાથે એ સવેળા પોસ્ટ કરશે. તમને સત્વર મળે ને પેલા પદનો માયનો ખૂલે એવું કરજો .
મકરન્દ્ર
સેતુબંધ
૧૮૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org