Book Title: Setubandha
Author(s): H C Bhayani, Markand Dave
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
(૧૧૯)
અમદાવાદ
તા. ૧૩–૮–૯૭ મકરન્દભાઈ,
ભરતભાઈ પત્રો લઈ ગયા છે. કોઈક કદાચ ખૂટતો હોય. ઘટતું તમારે છેડે થશે.
સિદ્ધનાથ બૌદ્ધ–સહજયાની પરંપરા અને શૈવ નાથ–યોગી પરંપરાએ બેને જોડતી કડીઓ શોધી કાઢવી એ સંશોધનને માટે આહ્વાનરૂપ છે. પણ એ સાહિત્ય અને એ ભાષાઓની જાણકારી મેળવવી પડે – વિચારધારાની કે સાધનારીતિની તો ખરી જ કૃષ્ણપાદની જે ગીતિ (તમે કષ્ટ લીધું, પણ મારી પાસે સાંકૃ૦નો દોહાકોશ' ઘણા સમયથી છે.) તમે મોકલી તેનો મારી દૃષ્ટિએ યથાશક્ય સુધારેલો પાઠ અને તેની સંસ્કૃત છાયા આ સાથે મોકલું છું; મેં સરહપાદનો ‘દોહાગીતિકોશ' અને સિદ્ધોનો “ચર્યાગીતિકોશ'' આ જ રીતે, અંગ્રેજી શાબ્દિક અનુવાદ સાથે, તૈયાર કર્યો, તે છપાઈ ગયો છે અને ત્રણચાર દિવસમાં એ પુસ્તક આવી જતાં એક નકલ તમને મોકલી આપીશ. ત્રણચાર વરસથી કટકે કટકે કામ ચાલતું હતું. છપાતાં પાંચેક મહિના થયા.
કૃષ્ણપાદનો ‘દોહાકોશ' હું બીજેથી પ્રયાસ કરી મેળવી લઈશ. તમે કષ્ટ ન લેશો. અવકાશ અને કાર્યશક્તિની અનુકૂળતા હશે તો તે પણ ઉપર્યુક્ત પદ્ધતિએ તૈયાર કરવાનો વિચાર છે. તમે સ્વસ્થ હશો. મારી ચિંતા કામના લોભથી કેમ છૂટવું અને સ્વાથ્ય બગડતું અટકાવવું તે છે. સંશોધન–દષ્ટિએ દસ બાબત કે વિષયોમાં કાંઈક નવું કહી શકાય તેવું લાગે એટલે ફટ દઈને લેખણી હાથમાં લેવા દોડું છું – આ દરિયો કોઈ થોડોક પણ ઉલેચી શક્યું નથી એ બરાબર જાણવા છતાં. સંયમપાલનનો અભ્યાસ નાનપણથી કર્યો હોય તો જ મનને વશ રાખવાનું બને. હવે કુદરત અટકાવે તો જ અટકાય છે. પણ આટલું આત્મપુરાણ ઘણું.
હ. ભાયાણીના નમસ્કાર
૧. પ્રકા. પ્રાકૃત ટેસ્ટ સોસાયટી, અમદાવાદ, ૧૯૯૭
૧૮૨
સેતુબંધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org