Book Title: Setubandha
Author(s): H C Bhayani, Markand Dave
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
મળવાની ધૂન લાગી હતી. સાચના કટકા ને ઢોંગી–ધૂતારાને મન ભરી ભાળ્યા. આ વિષે લખવાનું મન થાય. પણ યોગીવર ગંભીરનાથનું વચન યાદ આવે છે : પ્રપંચ સે ક્યા ફાયદા ? હરિનામ લો.'
ગઈ “ગુરુ–પૂર્ણિમાએ મુંબઈમાં મિત્રોનું મિલન થયું ત્યારે ગુરુવાદનાં ભયસ્થાનો, ને ખાસ તો ગુરુજન ગણાતા મનુષ્યની જવાબદારી તરફ વિશેષ ધ્યાન ગયું. મારે ભાગે અતીન્દ્રિય અને ઇન્દ્રિયગમ્ય બે પ્રદેશો વચ્ચે વિહરવાનું આવ્યું છે. એટલે તો Take off અને Landing Point– બંને પર પૂરું ધ્યાન આપવાનું ખાસ ખાસ જરૂરી બની જાય છે. જેમના પ્રત્યે મને ભક્તિભાવ ને આદર છે એવા સજ્જનને પણ મેં ક્યાંક નમતા ને નીચે ઊતરતા જોયા છે. ત્યારથી “મહામાયા'ને દંડવત કરવાનું મન રહ્યા જ કરે છે. “જ્યોં કી ત્યોં ધરી દીની ચદરિયાં'– કહી છેલ્લો શ્વાસ છૂટે એવી સતત પ્રાર્થના જલતી આગ જેવી ચાલે છે. “જૈસી ધૂની અતીત કી, જબ દેખો તબ આગ.'
ચાલો ત્યારે, હમણાં વિનોદ આવશે. ઘણી ઝીણવટથી એ છપાતાં પુસ્તકોને તપાસી જુએ છે. મારા સાહિત્યિક લેખોનો સંગ્રહ “ધુમ્મસને પેલે પાર' પ્રેસમાં છે. વિનોદની આરબચોકી છે એટલું સારું છે. અચાનક મનમાં એક સવાલ : મત્સ્યદ્ર સુધી તો બૌદ્ધ અને શૈવ સિદ્ધો વચ્ચે સામ્ય લાગે છે. ગોરખે શૈવ–ધારા શરૂ કરી. ત્યારે કાન્હપા-કાનિફનું શું ? બૌદ્ધ ચર્યા–પદોમાં જ તે પોતાને જલંધર–શિષ્ય ને કપાળ કહે છે. એવી કોઈ ત્રીજી “કાપાલિક ધારા છે? મને આ વિષે અ–લૌકિક રીતે જાણવા મળ્યું છે. પણ એનો શાસ્ત્રીય પુરાવો, પ્રાચીન સાહિત્યમાંથી મળતો ટેકો શોધું છું. મળે ખરો ? મંજુઘોષ–બોધિસત્ત્વ ને મંજુઘોષ ભૈરવમાં થોડો ઉપાસના – ભેદ છે. કાન્ડપા-કૃષ્ણપાદ વિષે વધુ જાણવાની ઇચ્છા છે. એનું એક ગીત શિરીષ પંડિત અચ્છી રીતે ગાય છે. તમને સમય હશે ત્યારે સંભળાવી જશે. અમદાવાદમાં જ છે. પં. બેચરદાસભાઈનો પુત્ર છે. જે શ્રીકૃષ્ણ કે કૃષ્ણપાદ. ચન્દ્રકળાબહેન સ્વસ્થ હશે. તબિયત સંભાળશો.
-મકરન્દ્ર
૧૭૬
સેતુબંધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org