Book Title: Setubandha
Author(s): H C Bhayani, Markand Dave
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
(૧૧૨)
અમદાવાદ
તા. ૨૨–૭–૯૭ મકરન્દભાઈ, ૧. ૧૧ જુલાઈના પત્રમાં તમે આ વર્ષાઋતુને અનુરૂપ મુક્તપણે વરસ્યા છો–
અથવા તો કોઈ વાર મોટા મોટા ફોરાં પડે તેમ “એકલપણગી' છંટકાવ કર્યો છે. તે પહેલાંના ૩ જૂનના પત્રમાંની મસાણિયા ગીત અને નિરંજન મેળવેલ ભજનોની હસ્તપ્રતોની વાત પણ એ દિશામાં કાંઈક કરવા માટે વિચાર કરતા કરી મૂકે તેમ છે. મેઘાણી સ્મૃતિ નિમિત્તે આ માટે કોઈક - પાસેથી સહાય મળે તો મથામણ કરવા ધારું છું. હવે એક મુદ્દો આગળ પત્રમાંથી. સિદ્ધોનાં નામોમાં કૃષ્ણ, આર્યદેવ, જયનંદી, મહીધર, વીણા, શાન્તિ શિષ્ટ સંસ્કૃત મૂળનાં છે; ડોમ્બી, શબર, કક્કટી, ગુંડરી (=ગુરુરી-તંબુવાળા), કંબલામ્બર (કામળીવાળા), વિરુઆ (બુહા)- અંગત રહેણીકરણીની આદત કે નિંદાવાચક છે; ચાટિલ્લ, ઢેઢણ,
ભુસુફ, લૂઈ, સરહ એ નામો સ્થાનિક, દેશ્ય, અજ્ઞાત મૂળનાં છે. ૩. પીતાંબરદાસ બડગ્વાલની ‘ગોરખવાણી'ની ઝેરોક્સ અનુકૂળતાએ મને
મોકલાવવાનો પ્રબંધ જો થઈ શકે (તમારા પર કશો બોજો લાદવો ન જ જોઈએ), તો કેટલાંક સ્થાનોની શુદ્ધિ (અર્થઘટનની દષ્ટિએ) કરવા મારો વિચાર છે– નિશ્ચિત મુખાર્થની પીઠિકા માર્મિક અર્થની દિશા નક્કી કરી આપે. અમનયો ના મરાઠી–ગુજરાતી અનુવાદ સાથેનું મૂળ પાઠવાળું સંપાદન–અને “ચિદાનંદા'માંનો તમારો લેખ મેળવવા પ્રયાસ કરીશ. મારી પાસે તો '૯૨માં અહીંની સંસ્કૃત સેવા સમિતિએ જી.જી. ભાગવતના અંગ્રેજી અનુવાદ સાથે પ્રકાશિત કરેલ આવૃત્તિ છે – જેમાં પાઠ ક્યાંથી લીધો છે. તેનો કશો નિર્દેશ નથી ! ‘ઢક પરદા, રખ બાજી, ગુરુ ગોરખ દોનો રાજી' – એનો મુળ સ્રોત – તે પંક્તિ શેમાંથી છે તે સહેજે હાથવગું હોય તો જણાવશો. ભાઈ હસમુખ પાઠકનો “કૃષ્ણકર્ણામૃત'નો અનુવાદ અને વિવરણ હું જોઈ ગયો. વિવરણમાં તેમણે ભક્તિભાવે પદ્યોનો મર્મ ઉઘાડી બતાવ્યો છે–
સેતુબંધ
૧૭૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org