Book Title: Setubandha
Author(s): H C Bhayani, Markand Dave
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
તમારે ગોરખવાણી પર કામ કરવું છે એ જાણી આનંદ. બડગ્વાલે સંપાદન કરેલું પુસ્તક મળ્યું? મારી પાસે એક નકલ છે. ભાઈ નિરંજન રાજયગુરુ આવ્યા છે. આજે તે “ગોરખબાની'ની ઝેરોક્સ કરાવવા વલસાડ ગયા છે. તમને જરૂર લાગે તો એ મોકલી આપું. બડગ્વાલ હિમાચલ પ્રદેશના એટલે રાજસ્થાનીગુજરાતી છાંટ ધરાવતી વાણીનો અર્થ કરવામાં ભૂલ ખાઈ ગયા છે. ગોરખનું “અમનસ્કયોગ” નેપાળના ગ્રંથાલયમાંથી મેળવી સ્વામી દત્તયોગેશ્વરતીર્થે ભાષ્ય સાથે મરાઠી તથા ગુજરાતીમાં પ્રગટ કર્યું છે. તમે જોયું એ આ જ સંપાદન હતું ? મેં “અમનસ્કયોગના એક શ્લોક “ઊર્ધ્વ મુષ્ટિ, અધો દષ્ટિ– વિષે લખ્યું છે. ‘ચિદાનંદા'માં એ લેખ છે. (એમ ધારું છું.) મારી તકલીફ એ છે કે મૂળ પરંપરાનો આધાર ટાંકીને જ મારે “અનુભૂતિ' કહેવાતા પ્રદેશમાં પગ મૂકવાનો છે. વ્યક્તિગત કલ્પનો, માન્યતા કે અનુમાનમાં પડવાનો ભારે ભય છે. બને તેટલું બિનંગત અને પૂર્વસૂરિઓ સાથે સંગત આવે એ ગાળીચાળીને લેવાની વૃત્તિ છે. શ્રુતિ-યુક્તિ અને અનુભૂતિ ત્રણે એક્તાર નથી થતાં ત્યાં અંદરથી બરાબર અજવાળું થતું હોય તો પણ કલમ થંભી જાય છે. મને આ બાબતમાં કાર્લ ફંગ ગમે છે. તેણે પોતાનાં માનસ–શાસ્ત્રીય પુસ્તકોની છણાવટ તટસ્થ રીતે કરી છે. પોતે જે તારણ પર આવ્યા એના મૂળમાં જે અનુભવો હતા એનું જુદું જ પુસ્તક : Memories, Dreams, Reflections' નામે પ્રગટ કર્યું. આ પશ્ચિમનો અભિગમ તંદુરસ્ત છે. અહીં તો બાબાજી, માતાજી, મહાયોગી, પૂર્ણયોગી સિદ્ધયોગીને નામે ગમે તે ચાલે. આમાંથી અરવિંદ જેવા પણ બાકાત ન રહ્યા એ ભારતની ભારે કમનસીબી છે. એમના શિષ્યમંડળમાંથી કોઈ આવે છે ત્યારે ક્યાંક ગ્લાનિ થઈ આવે છે. સુંદરમ્ નાં પુત્રી સુધાબહેન આવ્યાં, ત્યારે મેં આ વાત કરી હતી. અરવિંદનું લખાણ, માતાજીનાં મંતવ્યો પોતાની જ પ્રદક્ષિણા શા માટે કર્યા કરે છે તે સમજાતું નથી. હેનરી બર્નસાંના ઉત્ક્રાન્તિ વિષેના વિચારોની ગાઢ અસર વરતાય છે. અરે, શૉ જેવા ચિંતક-હાસ્યકારે તો ‘Back to Methuselah ની વિસ્તૃત પ્રસ્તાવના અને તેના પાંચ ભાગમાં ચાલતા નાટકોમાં આ વસ્તુ ગંભીરપણે તથા ફટકા મારીને દર્શાવી છે. કોઈ વાર ભારતના મહાન આચાર્યો અને અવતારોથી કંટાળું છું, ત્યારે શો લઈને બેસું છું.
હા, મારા પર હસમુખ પાઠકનો પત્ર છે. કૃષ્ણ-કર્ણામૃત'નો અનુવાદ જોઈ જવા લખ્યું છે. મન તો થઈ જાય પણ ઘણું દળણું પડ્યું છે એ પહેલાં પૂરું કરવાનું માથે છે. વળી ઈશા જેવા બડકમદાર ચાકીદાર છે. એટલે મારે છટકવાની સેતુબંધ
૧૬૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org