Book Title: Setubandha
Author(s): H C Bhayani, Markand Dave
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
(૧૧૧)
૧૧ જુલાઈ ૧૯૯૭
નંદિગ્રામ આત્મીય ભાઈ,
મારું એક ગરબડિયું ઇન્વેન્ડ તમને મુંબઈ મળ્યું હશે. મગજની દોડ સાથે હાથની ગતિ નથી જળવાતી ત્યારે અક્ષરો સીધા ચાલતા નથી. મંદમંથર–અલસ–મૂદુપદ એવું પદ ચાલે ત્યારે બંને કોઠે સુખ થાય એવું છે. અહીં મુંબઈનાં છાપાં ટપાલમાં મોડાં આવે છે એટલે તમારા જન્મ દિનની ઉજવણીના સમચાર મોડા મળ્યા. મોડાં મોડાં કે અમારા અભિનંદન સ્વીકારશો. હવે તો તંદુરસ્ત, નિર્વિઘ્ન દીઘયુષ અને સંતૃપ્ત પ્રશાંત વિદાય એટલી જ પ્રાર્થના કરવાની રહી.
હવે તમારા પત્રની સાથે સાથે યાત્રા. ચૈતન્યનો શ્લોક અમે આ રીતે બોલીએ : “શૂન્યાયિત જગત્સર્વ ગોવિંદ વિરહેણ મે.” આ પ્રચલિત પાઠ કરતાં ‘ત્વદુ–માં “નિજ’ અને ‘તવનો સંબંધ જોડાય છે એ સ્પર્શી જાય એવો છે. સીધો, સોંસરવો, ઉદ્ગાર, અનુવાદ પણ યુગ, વર્ષા, શૂન્યનો ભાવકને “સમ' અનુભવ કરાવતો હોય એમ આગળ વધે છે. કૃષ્ણના અવસાન પછી અર્જુન હસ્તિનાપુર જાય છે ત્યારે આવી જ વિરહદશા અનુભવે છે :
‘તમપશ્યન્ વિષીદામિ ચૂર્ણામીવ ચ સત્તમ પરિનિર્વિષ્ણતાથ શાન્તિ નોપલભડપિ ચા વિના જનાર્દન વીર નાહ જીવિતુમુત્સહે.
આવું બધું વાંચું છું ને યાદ કરું છું ત્યારે ભયંકર પીડા ભોગવી હતી એવા વિરહકાર દિવસો નજર સામે પસાર થાય છે. પણ એ પછી જે પ્રાપ્તિ થઈ એ તો જનમઅંધને આંખો મળવા જેવી છે. પણ એ વાતો જવા દઈએ. ખરું તો આ રોજિંદા જીવનમાં, રોજબરોજની ઘટનામાં સાંગોપાંગ પરોવાઈ જવું અને છતાં એનાથી બીજી જ પળે પર ઊઠવામાં છે. તમે તમારા બીજા પત્રમાં ગોરખને યાદ કર્યા છે. ગોરખની પરંપરાના જોગીઓ કહે છે : ‘ઢક પરદા, રખ બાજી, ગુરુ ગોરખ દોનોં રાજી.
સેતુબંધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org