Book Title: Setubandha
Author(s): H C Bhayani, Markand Dave
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
આત્મીય ભાઈ,
તમને નિરાંતે લખવાની લાલચમાં બે લીટી પહોંચની યે લખી શક્યો નથી. અમદાવાદથી નીકળતાં પહેલાં તા. ૮–૫, પછી મુંબઈ પહોંચીને લખેલો તા. ૨૬-૫ નો પત્ર એમ બન્ને મળી ગયા છે. એ પહેલાં તા. ૪–૪ના પત્રમાં માંદગીની છાયા સાથે બે વિરહ–કાવ્યોની વેદના ભળી ગઈ છે મારી તબિયત સારી છે તો (મારા જ લાભમાં) મહેમાનો અને મુલાકાતીઓનો દોર સતત ચાલુ રહ્યો છે. આ ચરખા વચ્ચે તમારી સાથે સિદ્ધોના સાહિત્યની વાતો કરું છું. હમણાં નાનકડા ભજનમિલનમાં માછીમાર (ટંડેલ) ભજનિકોએ ‘મસાણિયા ભજનો’ સંભળાવ્યાં ત્યારે તમે હોત તો પેલા મધ્યપ્રદેશના પ્રવાહ સાથે આનો વહેતા પારખી લેવાનો લ્હાવો મળત. આ ભજનો પખવાજ અને ઝાંઝ સાથે ગવાય છે. જે વૃદ્ધ સજ્જને ભજનો ગાયાં તેમનો અવાજ જરા તરડાતો હતો પણ લય ચૂકતા નહોતા. તેમણે ‘ચોસર’ ચાર ભજન ગાયાં ને ધ્વનિમાં ઉનાળો. આ ભજનિકો નજીકના મિત્રો છે એટલે ઘણી સામગ્રી સહેલાઈથી મળે એમ છે. પણ એને માટે સમય-શક્તિ ખર્ચી શકે એવા જણ ક્યાં ગોતવા ? નિરંજન રાજ્યગુરુ આવ્યા હતા તેણે મહંતના પટારામાંથી ૪૦ હસ્તપ્રત કઢાવી ને તેમાં ભીમ સાહેબનાં અપ્રાપ્ય ભજનો મળી આવ્યાં. દાસી જીવણની રચનાઓ પણ મળી. આનું મૂલ્ય કોને સમજાય ? ક્યારેક જીવ બળે છે. નજર સામે જ સોનું ધૂળમાં મળી જતું હોય અને પથ્થરામાં પૈસાનું પાણી થતું હોય ત્યારે ગ્લાનિ થઈ આવે. પણ પાછો જીવ ધૂળ ખંખેરીને ચાલતો થાય છે.
(૧૧૦)
૧૬૬
મારા અક્ષર ગોબરા ને ગરબડયા થવા માંડ્યા છે એટલે તમને વાંચતાં તકલીફ પડશે એવી ફિકર થાય છે. ભ.ભાઈ આવી ગયા પણ તબિયત બગડી ને અમદાવાદ જવું પડ્યું. નહીં તો ઊડીને આંખે વળગે એવી અક્ષરોની ભાત તમને જોવા મળત અને મને સંતોષ થાત.
www
Jain Education International
-
૩ જૂન ૧૯૯૭ નંદિગ્રામ
હા, મેઘાણી—શતાબ્દી નિમિત્તે અહીં નાનકડો સમારંભ થઈ ગયો એના સમાચાર વાંચ્યા હશે. આપણે ત્યાં છાપાનું રિપોર્ટિંગ એટલું કંગાળ છે કે મુખ્ય વાતને કોઈ સમજતું નથી અને મહત્ત્વ આપતું નથી. મેઘાણીના સર્જન વિષે,
સેતુબંધ
For Private & Personal Use Only
www.jainelibrary.org