Book Title: Setubandha
Author(s): H C Bhayani, Markand Dave
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
નાનં—િપાઈ | પgિ 7 હે મf ઑડિમાવા રૂદ્દા (હિન્દી કાવ્યધારારાહુલ સાંકૃત્યાયન, પા.૧પર) એટલે કાન્હપ્પા અને કાનીફના ગુરુ એક લાગે છે. એક ગોરખનાથ સિવાય મત્યેન્દ્ર અને કાનીફનું નામ શૈવ તેમ જ બૌદ્ધ સિદ્ધોમાં સ્થાન પામ્યું છે.
“ચર્યાગીતિકોશ” (પાનું ૩૦) પદ સંખ્યા ૯ માં કડી (૨) નીચે મુજબ છે :
जिम जिम करिणा करिणिरे रिसअ ।
तिम तिम तथता मअगल वरिसअ ॥२॥ આની સંસ્કૃત છાયા મુનિદત્તે નીચે મુજબ આપી છે :
यथा यथा करी करिणी करिण्यै वा ईर्ध्यति ।
तथा तथा तथतां मदकलः वर्षति ॥२॥
અને તેની ટીકામાં વિખ્યામીષ્યમવું વતિ લખ્યું છે– આ ‘ઈર્ષામદ એટલે શું એવો સવાલ મનમાં થાય છે.
એ જ પદમાં કડી ૩ આમ છે :
छढगइ सअल सहावे सूध ।
भावाभाव वलाग न छुध ।।३।। જેની સંસ્કૃત છાયા નીચે મુજબ આપી છે :
षड्गतयः सकलाः स्वभावे शुद्धाः ।
भावाभावौ वालाग्रं नाशुद्धौ ॥३॥ - અહીં સૂધ એટલે Purity શુદ્ધ = નિર્મળ, શુચિતા એટલું જ કહેવાનું હોય તેમ લાગતું નથી – નિર્મળતા, શુચિતા તો સાધનાની પ્રાથમિક તબક્કાની પાયારૂપ ભૂમિકા છે. અહીં મૂધ એ Awareness ના અર્થમાં લેવાથી કડીનો અર્થ વધારે ખૂલતો જણાય છે. સૂધબુધ, સાનભાન, એમ લઈએ તો અહીં Complete awareness નો નિર્દેશ જોઈ શકાય છે. યોગી જ્યારે સરાવે – સ્વભાવમાં રમમાણ હોય છે ત્યારે પગતિએ – ટીકામાં આપ્યું છે તેમ અંડજા, જરાયા વગેરે યોનિઓમાં ગતિ એમ નહીં પણ જેને ષડરિપુ તરીકે ઓળખીએ છીએ તેવી મનની છ નિમ્નગતિઓ– તેને સ્પર્શી શકતી નથી. ઉપરાંત આ ૧૪૨
સેતુબંધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org