Book Title: Setubandha
Author(s): H C Bhayani, Markand Dave
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
ચિત્તના કે ધૂળ ઇન્દ્રિયોના ચાળા એના આધાર વિના ચાલતા નથી. માયા કહો કે ચૈતન્ય- વિલાસ કહો એ પેલી એક અદ્વિતીય અચિંત્ય ગહન શક્તિના ઇશારે ચાલે છે. એ વળી આપણી પોતાની જ મૂલ પ્રકૃતિ કે મૂલ વિદ્યા છે. મારું મન તો આ અંતર્ગુઢ રહસ્યને ઉંબરે આવી થંભી જાય છે. એના મહાભીષણ અને છતાં સૌન્દર્યમંડિત મહાભવ્ય રૂપને, નૃત્યને, ગાનને કોણ, કેટલું પિછાણી શકે ?
‘દાક્ષાયણીતિ, કુટિલેતિ, કુહારિણીતિ કાત્યાયનીતિ, કમલેતિ સરસ્વતીતિ એકા સતી ભગવતી પરમાર્થતોડપિ સંદશ્યતે બહુવિધા નનુ નર્તકીવ |
(અંબાસ્તુતિ, કદાચ કાલીદાસ, લઘુ આચાર્ય પણ) હમણાં Erwin Schrodinger – ની જીવનકથા હાથમાં હાવી. “વેવમિકેનિક્સ'નો શોધક. તેણે Paradigm Shift' ની વાત કરી છે. Normal Science and Revolutionary science. વચ્ચે આ ભેદ છે. આપણે જેને કુદરતી નિયમો કહીએ છીએ તે આપણે માની લીધેલા કે બાંધી રાખેલા પરિઘથી બહાર જઈએ તો તૂટી પડે છે. વળી એ કુદરતી લાગવા માંડે ત્યાં બીજો ધક્કો ને માન્યતા કડડભૂસ. આવું જ ભૌતિક, ચૈતસિક અને દૈવિક ભૂમિકા પર થતું આવે છે. ક્યાંક, કોઈ જગ્યાએ અટકી પડ્યા તો એ જ આપણી મૃત્યુશૈય્યા. એક મુક્તકમાં આ વાત કરી હતી :
જે પળે મેં આંગળી મૂકી કહ્યું, મુજને ખબર એ સ્થળેથી જિન્દગી ચાલી ગઈ, રહી ગઈ કબર'
હમણાં સાંજે ફરવા જાઉં છું. ઘઉં વાવ્યાં ત્યારથી જોતો આવ્યો છું. લીલી બિછાત, લીલી અંકુરિત લહરી, લીલવરણાં છોડની કતાર, હવે સોનેરી હૂંડીઓ ઝૂલવા લાગી છે. ક્યાંયે સુધી મનમાં આ લીલા અને સુવર્ણા રંગો રમવા લાગ્યા ને પછી એક સોનેટ પડાવી ગયા. આ નવું સૉનેટ અવતર્યું ત્યારથી થતું હતું કે મારાં સોનેટોનો સંગ્રહ થઈ જાય તો સારું. હિમાંશીએ આ કાર્ય માથે લીધું છે ને “પ્રતિરૂપ” પછી એ પ્રગટ કરવાનું ધાર્યું હતું. પણ હમણાં હિમાંશીવિનોદ, મેઘાણીની રચનાઓમાંથી આત્મકથન તારવવાના કાર્યમાં ગળાડૂબ છે. સુરેશભાઈનું સૂચન વાંચી થાય છે કે સોનેટનો જુદો સંગ્રહ કરવા કરતાં લય બદ્ધ- છંદોબદ્ધ કાવ્યો, ગીતો, સોનેટ, ગઝલ, પદ, ભજન, મુક્તક એવું સંકલન ૧૫૮
સેતુબંધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org