Book Title: Setubandha
Author(s): H C Bhayani, Markand Dave
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
૫૦૦ પાનાંની મર્યાદામાં રહી કરી શકાય. આ માટે ઈશા ને હું આજથી જ બેસી જવાનાં છીએ. વચ્ચે અમારામાંથી કોઈનાં અંતરાય કર્મો નહીં નડે તો આ સંકલન એકાદ મહિનામાં તો પૂરું થઈ જાય ને સુરેશકુમાર છાપણીમાં ઝડપ કરે તો આ વરસની વચાળે જ મને-તમને ગમતો ‘મધ્યમ સૂર’ લાગી જાય. તમારા આગ્રહને તો હું અનુગ્રહ માનું, આજ્ઞાયે માનું. ભાઈ, તમે માત્ર ભાષાના પંડિત હોત તો વિનયથી માથું નમાવી ચાલતી પકડત, પણ મારી, કેટલાક શબ્દની પ્રથમ પૃચ્છાથી જ તમે વરસ્યા છો ને ‘ભાવગ્રાહી આત્મીય ભાઈ' બની રહ્યા છો. અધ્યાત્મ બધ્યાત્મ તો ઠીક, પણ આ જ માનવહૃદયની મોટી મૂડી છે.
God speaks through whisper of a friend,
And all his love and light descend.
એક શુભ સમાચાર. મારા સાહિત્યકીય લેખોનું સંકલન વિનોદે કરી આપ્યું. એમાં સ્વતંત્ર લેખો સાથે અન્ય લેખકોની રચનાઓ પર આલોચના છે. નામ સૂઝ્યું ઃ ‘ધુમ્મસને પેલે પાર'. એમાં આલ્બેર કામૂના ‘મિથ ઓફ સિસીફસ’ માં દર્શાવેલા એબ્સર્ડટીના વિચારોની બીજી બાજુ બતાવવા પ્રયત્ન કર્યો છે.
આ સાથે તાજું સોનેટ રવાના કરું છું. એ સુરેશભાઈને મોકલી આપશો ? સાથે સાથે સંગ્રહની તૈયારી કરું છું એવા વાવડ પહોંચાડશો. ચાલો ત્યારે, જય રામજીકી. ઉત્પલનો માળો કલશોર કરતો હશે અને દાદાજીની લાડકીને સેવાના લાભ સાથે પપ્પા મમ્મી પર ન કરી શકાય એવી દાદાગીરીનો મોકો પણ મળ્યો હશે.
સેતુબંધ
ઇશા વંદન પાઠવે છે.
Jain Education International
For Private & Personal Use Only
તમારો મકરન્દ
૧૫૯
www.jainelibrary.org